કેબિનેટ વિસ્તરણ/ એક પછી એક નવા મંત્રીઓને રાષ્ટ્રપતિ અપાવી રહ્યા છે પ્રધાન પદના શપથ

આજે મંત્રી પદના શપથ લેનારા 43 નેતાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ એક પછી એક તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે.  

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રધાનમંડળ આજે બુધવારે વિસ્તૃત થવા જઈ રહ્યું છે. 43 નવા પ્રધાનો હાલમાં શપથ ગ્રહણ કરી રહ્યા છે. મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ પહેલીવાર કેબિનેટમાં ફેરફાર થી રહ્યો છે. આજે મંત્રી પદના શપથ લેનારા 43 નેતાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. રાષ્ટ્રપતિ એક પછી એક તમામ નવા મંત્રીઓને શપથ લેવડાવી રહ્યા છે.

સિંધિયાએ શપથ લીધા

રાણે પછી સર્વાનંદ સોનોવાલ તેમના પછી વીરેન્દ્ર કુમાર અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ શપથ લીધા હતા. સિંધિયા પછી, રામચંદ્ર પ્રસાદસિંહે કેન્દ્રીય પ્રધાન તરીકે શપથ લીધા. ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ કેન્દ્રીય મંત્રી પરિષદમાં સ્થાન મળતા ભોપાલમાં ભાજપ કાર્યાલયની બહાર ઉજવણી કરી હતી. એક સમર્થકે કહ્યું, મધ્યપ્રદેશના યુવાનોમાં ઉત્સાહ છે. અમે જશ્ન મનાવી રહ્યા છીએ. અને મીઠાઈઓનું વિતરણ કરી રહ્યા છીએ કારણ કે પીએમ મોદીએ યુવા નેતૃત્વને તક આપી છે.

નારાયણ રાણેએ શપથ લીધા

કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ માટે 43 નેતાઓની પસંદગી કરવામાં આવી છે. આ મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ શરૂ થઈ ગયો છે અને નારાયણ રાણેએ શપથ લીધા છે.

કાર્યક્રમમાં સીડીએસ રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા

ભાજપના નેતાઓ પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને હર્ષ વર્ધન પણ કેન્દ્રીય મંત્રીમંડળના 43 નવા પ્રધાનોના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહ્યા છે. આ મંત્રીઓએ આજે ​​કેન્દ્રીય મંત્રીઓના પદ પરથી રાજીનામું આપ્યું હતું. કાર્યક્રમમાં સીડીએસ જનરલ રાવત પણ હાજર છે.

ગુજરાતમાંથી ત્રણ નવા ચહેરા 

ઉલ્લેખનીય છે કે નવા મંત્રી મંડળમાં ગુજરાતમાંથી ત્રણ નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે જેમાં સુરતના સાંસદ  દર્શના જરદોશ, સુરેન્દ્રનગર ના સાંસદ ડો. મહેન્દ્ર  મુંજપુરા  અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણને નવા મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.