Ahmedabad News/ અમદાવાદમાં પ્રેમિકાએ અન્ય સાથે લગ્ન કરતાં યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

અમદાવાદમાં વધુ એક આત્મહત્યાના પ્રયાસ (Suicide Attempt)ની ઘટના સામે આવી છે.

Gujarat Ahmedabad Breaking News
અમદાવાદમાં વધુ એક આત્મહત્યાના પ્રયાસ (Suicide Attempt)ની ઘટના સામે આવી છે

Ahmedabad News : અમદાવાદમાં વધુ એક આત્મહત્યાના પ્રયાસ (Suicide Attempt)ની ઘટના સામે આવી છે. શહેરના વાડજ વિસ્તારમાં આવેલા દધીચિ બ્રિજ (Dadhichi Bridge)પર એક યુવક નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ સ્થળ પર પહોંચ્યા અને સ્થાનિકોની મદદથી યુવકને સમજાવી સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો.

દધીચિ બ્રિજ પર સર્જાયો તંગદિલીભર્યો માહોલ

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ યુવક દધીચિ બ્રિજ (Dadhichi Bridge)ની રેલીંગ પર ચડી ગયો હતો અને નદીમાં કૂદવાની તૈયારીમાં હતો. આ દૃશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા લોકો એકત્ર થયા અને તેને રોકવાના પ્રયાસો શરૂ કર્યા. ઘટનાને પગલે થોડા સમય માટે બ્રિજ પર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી.

ઇમરાન ખેડાવાલા અને સ્થાનિકોએ બચાવ્યો જીવ

ઘટનાસ્થળે પહોંચેલા ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ યુવક સાથે સતત વાતચીત કરી તેને હિંમત આપી હતી. સ્થાનિક લોકો પણ સમજાવટમાં જોડાતા આખરે યુવક રેલીંગ પરથી નીચે ઉતરવા તૈયાર થયો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી પોલીસને જાણ કરવામાં આવી હતી.

પ્રેમ સંબંધમાં નિરાશા બાદ આત્મહત્યાનો પ્રયાસ

પ્રાથમિક માહિતી મુજબ યુવક પ્રેમ સંબંધને લઈને માનસિક રીતે વ્યથિત હતો. તેની પ્રેમિકાએ અન્ય વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરી લીધા હોવાની જાણ થતાં તે ભારે નિરાશામાં હતો અને આઘાતમાં આવી આત્મહત્યાનું પગલું ભરવા પહોંચ્યો હતો.

પોલીસે યુવકને કસ્ટડીમાં લઈ કાર્યવાહી શરૂ કરી

યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા બાદ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે યુવકને કસ્ટડીમાં લઈને તેની પૂછપરછ શરૂ કરી છે તેમજ સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

MLA ઇમરાન ખેડાવાલાએ શું કહ્યું?

ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના જણાવ્યા મુજબ તેઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બ્રિજ પર ભીડ જોઈ ગાડી ઉભી રાખી હતી. તેમના સિક્યુરિટી ગાર્ડે તરત જ યુવકને પકડી લીધો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોની મદદથી લાંબી સમજાવટ કરીને યુવકનો જીવ બચાવવામાં સફળતા મળી હતી. યુવકે જણાવ્યું હતું કે પ્રેમિકાએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હોવાથી તે આ પગલું ભરવા મજબૂર બન્યો હતો.


આ પણ વાંચો : સુરતમાં વિદ્યાર્થીની આત્મહત્યાના પ્રયાસનો કેસમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આપ્યા તપાસના આદેશ

આ પણ વાંચો : થરાદના જામદા પુલ પાસે નર્મદા કેનાલમાં ચાર લોકોએ કર્યો આત્મહત્યાના પ્રયાસની શંકા

આ પણ વાંચો : રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આત્મહત્યાના પ્રયાસ કરનાર યુવતીને સમજાવી,જાણો વિગત