AMDAVAD/ અમદાવાદમાં રખડતા ઢોરને લઈ મહત્વના સમાચાર: પોલીસનું કડક જાહેરનામું, 60 દિવસમાં કરાવવું પડશે આ કામ!

Ahmedabad News: અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ, ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને સરળ વાહન વ્યવહાર માટે પોલીસ કમિશનર દ્વારા એક કડક માર્ગદર્શિકા (Guidelines)અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત પશુમાલિકો માટે હવે નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. […]

Ahmedabad Gujrat Breaking News
Ahmedabad

Ahmedabad News: અમદાવાદ શહેરમાં જાહેર રસ્તાઓ પર રખડતા પશુઓનો ત્રાસ, ટ્રાફિકની સમસ્યા અને તેના કારણે થતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. નાગરિકોની સુરક્ષા અને સરળ વાહન વ્યવહાર માટે પોલીસ કમિશનર દ્વારા એક કડક માર્ગદર્શિકા (Guidelines)અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત પશુમાલિકો માટે હવે નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે. શું છે માર્ગદર્શિકામાં અને પશુ પાલકો માટે તેમાં શું નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તે જાણવા જરૂરી છે.

માર્ગદર્શિકા (Guidelines)માં પશુઓનું નોંધણીકરણ ફરજિયાત, મળશે 60 દિવસની મહોલત

નવા જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં તમામ પશુમાલિકો  (Cattle rearer)એ પોતાના પશુઓનું નોંધણીકરણ (Registration) કરાવવું ફરજિયાત રહેશે. પશુઓની ચોક્કસ ઓળખ અને દેખરેખ રાખી શકાય તે માટે તેમના શરીરમાં RFID ચિપ લગાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પશુમાલિકો (Cattle rearer)ને 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ઉપરાંત શહેરી સંચાલનને વધુ વ્યવસ્થિત બનાવવા માટે અમદાવાદના પસંદગીના કેટલાક વ્યસ્ત વિસ્તારોને સંપૂર્ણપણે ‘કેટલ ફ્રી એરિયા’ (Cattle Free Area) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ પ્રતિબંધિત વિસ્તારોમાં પશુઓને ખુલ્લા રસ્તા પર રાખવા કે રખડતા મૂકવા પર સખત મનાઈ કરવામાં આવી છે. જો કોઈ પશુ પ્રતિબંધિત વિસ્તારમાં અવરજવર કરતું જોવા મળશે, તો માલિક સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

માલિકી બદલાશે તો પણ કરવી પડશે કોર્પોરેશન/પોલીસને જાણ

તંત્ર દ્વારા પશુઓના ટ્રેકિંગને મજબૂત કરવા માટે નિયમો વધુ કડક કરાયા છે. જો કોઈ પશુમાલિક પોતાના પશુનું વેચાણ કરે, માલિકીમાં કોઈ ફેરફાર થાય અથવા અન્ય વ્યક્તિને પશુ સોંપવામાં આવે, તો તેની લેખિત માહિતી સંબંધિત સત્તાવાળાઓ (કોર્પોરેશન/પોલીસ) ને આપવી ફરજિયાત રહેશે.

જાહેર રસ્તાઓ પર ઘાસચારાનું વેચાણ કરવા પર પ્રતિબંધ

ઘણીવાર લોકો પુણ્ય કમાવવાના બહાને રસ્તાના કિનારે જ પશુઓને ઘાસ નીરતા હોય છે, જેના કારણે પશુઓ રસ્તાની અધવચ્ચે આવી જાય છે. અને વાહન ચાલક તેમજ રાહદારીઓને નુકશાન પહોંચાડતા હોય છે. ઘણીવાર તો રસ્તા પર રખડતા પશુઓ મહિલા અને બાળકોને અડફેટે લેતા હોય છે. તેથી તેવી ઘટનાઓ ના બને તે માટે પોલીસે જાહેર રસ્તાઓ પર ઘાસચારાનું વેચાણ કરવા અને ખુલ્લી જગ્યાઓ કે રોડ પર પશુઓને ઘાસ નાખવા પર પણ પ્રતિબંધ મુક્યો છે.

પોલીસ તંત્રના જણાવ્યા અનુસાર, આ નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદને સુરક્ષિત અને અકસ્માત મુક્ત બનાવવા માટે તંત્રની આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો: આ  વડોદરા:વૃધ્ધાના મોત બાદ પણ તંત્ર લાપહરવાહ રખડતા ઢોરે મહિલાને અડફેટે લેતા મોત 

આ પણ વાંચો: હાઇકોર્ટના આદેશ બાદ રખડતાં ઢોર પકડવા તંત્ર એક્શનમાં

આ પણ વાંચો: નડિયાદમાં મનપાને ખુલ્લો પડકાર, રખડતા ઢોર પકડતી ટીમ પર હુમલાનો પ્રયાસ

 

Traffic problem, Cattle rearer, Ahmedabad, AMC, Ahmedabad Police, Road Safety, Gujarat News