Nadiad Municipal Corporation Team Attack : નડિયાદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ડામવા માટે નીકળેલી મનપા (Municipal Corporation)ની ટીમ પર હુમલો અને સરકારી કામગીરીમાં રુકાવટની ઘટના સામે આવી છે. ફરજ પર તૈનાત મનપાના કર્મચારીઓ પર પશુપાલકે દાદાગીરી દાખવી બળજબરીપૂર્વક ગાયો છોડાવી લેતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
Municipal Corporationના કર્મચારીઓ પર હુમલો
મહત્વનું છે કે નડિયાદને મહાનગરપાલિકા (Municipal Corporation)નો દરજ્જો મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન જ્યારે ઢોર પકડ પાર્ટી જાહેર રસ્તા પરથી પશુઓ પકડી રહી હતી, ત્યારે લખા ભરવાડ નામનો પશુપાલક અચાનક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પશુપાલકની દાદાગીરી આવી સામે
આ શખ્સે મનપા (Municipal Corporation)ની ટીમના કબજામાં રહેલી ત્રણ ગાયોને બળજબરીથી છોડાવી લીધી હતી. કર્મચારીઓએ તેને અટકાવવાનો પ્રયાસ કરતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને હુમલો કરવાની કોશિશ સાથે બેફામ ગાળો બોલી ધમકીઓ આપી હતી. પશુપાલકની આ દાદાગીરી સામે ઢોર પકડ પાર્ટીના કર્મચારીઓ બેબસ દેખાયા હતા.
હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ ખુલ્લેઆમ કહી દીધું હતું કે, “કોર્પોરેશનમાં જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો, મારું કોઈ કંઈ બગાડી શકશે નહીં.”
મ્યુનિસિપલ કમિશનરને કરાઇ જાણ
ઘટનાને પગલે ઢોર પકડ પાર્ટીના અધિકારીઓએ તાત્કાલિક રીતે ફાયર બ્રિગેડ વિભાગ તેમજ મ્યુનિસિપલ કમિશનરને સમગ્ર બાબતની લેખિત જાણ કરી છે. પશુપાલકોના આવા આક્રમક અને અશિસ્તભર્યા વર્તનને કારણે આવનારા દિવસોમાં રખડતા પશુઓ સામેની કાર્યવાહી વધુ પડકારજનક બનશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નડિયાદમાં આખલાઓનો આતંક, વધુ એક યુવકને શિંગડા વડે ઉછાળ્યો
આ પણ વાંચો: નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસમાં લાગી આગ, મુસાફરો સુરક્ષિત
આ પણ વાંચો: ખેડાના નડિયાદમાં લીંબાસી રાઈસ મિલમાં રૂ. 80 લાખની ઉચાપત, બે આરોપીઓ ધરપકડ
