tips and tricks/ આ દિવાળીએ ઘરના આંગણા અને ઑફિસમાં બનાવો… આ સુંદર રંગોળી ડિઝાઈન..!

રંગોળી બનાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. Diwali Rangoli Designs ન કેવળ ઘરનું સૌંદર્ય વધારે છે પરંતુ શુભત્વ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક પણ…

Trending Tips & Tricks Lifestyle
Diwali Rangoli Designs...આ દિવાળી 2026 એ બનાવો beautiful રંગોળી ડિઝાઈન્સ!

Tips and Tricks: દિવાળી (Diwali 2026) ખુશીઓ અને પ્રેમનો તહેવાર છે. આ વિશેષ અવસરે લોકો ઘર આંગણે દીવા પ્રગટાવે છે અને ઘરના આંગણા અને ઑફિસમાં ખૂબસૂરત રંગોળી ડિઝાઇન્સ (Diwali Rengoli Designs) બનાવે છે. રંગોળી બનાવવી અત્યંત શુભ માનવામાં આવે છે. રંગોળી ન કેવળ ઘરનું સૌંદર્ય વધારે છે પરંતુ શુભત્વ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ઘરના આંગણે રંગોળી બનાવવાથી માતા લક્ષ્મી (Mata Lakshmi)નું આગમન થાય છે. દર વર્ષે અલગ-અલગ ડિઝાઈનની રંગોળી ટ્રેન્ડ (Trending Rangoli)માં રહે છે. જો તમે પણ દિવાળી માટે બેસ્ટ રંગોળી ડિઝાઇન્સ સર્ચ કરી રહ્યાં હો તો અહિંથી પ્રેરણા લી શકો છો.

દિવાળી માટે બેસ્ટ રંગોળી ડિઝાઇન્સ (Diwali Rangoli Designs)

એવું કહેવાય છે કે ઘરના આંગણે રંગોળી બનાવવાથી માતા લક્ષ્મીનું આગમન થાય છે. દર વર્ષે અલગ-અલગ ડિઝાઈનની રંગોળી ટ્રેન્ડમાં રહે છે.

Diwali Rangoli Designs- માતા લક્ષ્મીના પદચિન્હ વાળી રંગોળી
Diwali Rangoli Designs- માતા લક્ષ્મીના પદચિન્હ વાળી રંગોળી

1. માતા લક્ષ્મીના પદચિન્હ વાળી રંગોળી

માતા લક્ષ્મીના પદચિન્હ વાળી રંગોળીને એમના આગમન અને ઘરમાં બરકતનું પ્રતીક માનવામાં આવે છે. એને મુખ્ય દ્વાર પર બનાવવું અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમારી પાસે જગ્યા ઓછી હોય અને તમે સિમ્પલ ડિઝાઈન પસંદ કરતા હો તો ઘરના મુખ્ય દ્વાર પર માતા લક્ષ્મીના નાના-નાના પગના નિશાન અને એની સાથે એક સુંદર કમળનું ફૂલ બનાવી શકો છો. અને જો તમારી પાસે મોટું આંગણું હોય અને તમે એક ભવ્ય અને આકર્ષક રંગોળી બનાવવા માગતા હો તો તમે કોઈ સુંદર તસવીર અથવા તો પારંપરિક કલાકૃતિની જેમ મોટી અને વિસ્તૃત રંગોળી ડિઝાઇન તૈયાર કરી શકો છો જે જોવામાં ખૂબ જ મનમોહક લાગે છે.

Diwali Rangoli Designs-ગણેશજી અને મોરપંખની રંગોળી
Diwali Rangoli Designs-ગણેશજી અને મોરપંખની રંગોળી

2. દીવો અને શ્રી ગણેશની રંગોળી

આ રંગોળીની વચ્ચે ભગવાન શ્રી ગણેશ (Lord Ganesha)ની સફેદ રંગની એક આકર્ષક ડિઝાઈન છે જે તમારા આંગણા અને ઑફિસની સુંદરતા વધારવાનું કામ કરી શકે છે. ગણેશજીની ચારે તરફ મોર પંખનો આકાર એક ખૂબસૂરત ઘેરો બનાવવામાં આવે છે.

Diwali Rangoli Designs-શુભ દિપાવલીની રંગોળી
Diwali Rangoli Designs-શુભ દિપાવલીની રંગોળી

3. શુભ દિપાવલી રંગોળી

દિવાળીના તહેવારે તમે તમારા આંગણા અને ઑફિસમાં આ પ્રકારની રંગોળી ડિઝાઈન બનાવી શકો છો. આ જોવામાં ખૂબ સુંદર લાગે છે અને અત્યંત શુભ માનવામાં આવે છે. આ રંગોળી ડિઝાઈનમાં શુભ દિપાવલી લખેલું છે અને ઉપર ફૂલોની સુંદર ડિઝાઈન બનાવેલી છે.


આ પણ વાંચો:

આ પણ વાંચો: લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!

આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…