Tips and Tricks: કાચની જૂની જામની બોટલો …જેને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ! પરંતુ થોડી મહેનત કરવા (Jam Bottle Decoration Tips)થી આ બોટલોમાંથી ઘણા બધા સુંદર શો પીસ બનાવી શકાય છે.
દિવાળી (Diwali 2026)માં ઘર જેટલું સરસ રીતે સજાવેલું હોય એટલું જોવામાં સુંદર લાગે છે. મોટાભાગે લોકો ઘરની સજાવટમાં જાત-જાતની મોંઘી સજાવટની વસ્તુઓનો ઉપયોગ કરે છે. પરંતુ તમે ઘરમાં રાખેલી જૂની વસ્તુઓને પણ ડેકોરેશનમાં ઉપયોગ કરી શકો છો. આમાંથી એક છે કાચની જૂની જામની બોટલો…જેને આપણે નકામી સમજીને ફેંકી દઈએ છીએ! પરંતુ થોડી મહેનત કરવાથી આ બોટલોમાંથી ઘણા બધા સુંદર શો પીસ બનાવી શકાય છે. તો ચાલો જાણીએ કે જૂની જામની બોટલોથી શું-શું બનાવી શકાય છે?
Jam Bottle Decoration Tips
તમે ઘરમાં રાખેલી જૂની વસ્તુઓને પણ ડેકોરેશનમાં ઉપયોગ કરી શકો છો. આમાંથી એક છે કાચની જૂની જામની બોટલો…4 સરસ આઇડિયા અહિં પ્રસ્તુત છે.

ફ્લાવર વાઝ (Flower Vase)
જૂની જામની બોટલોમાંથી તમે સુંદર ફ્લાવર વાઝ બનાવી શકો છો. આ માટે સૌપ્રથમ તમારે બોટલને સારી રીતે ધોઈને એનું લેબલ દૂર કરી દેવાનું રહેશે. સુકાયા બાદ તમે તમારી પસંદના રંગથી પેઇન્ટ પણ કરી શકો છો. તમે એને હળવો ગુલાબી, પીચ અથવા પેસ્ટલ કલરથી કલર પણ કરી શકો છો. પેઇન્ટ સુકાયા બાદ બોટલના મોં પર જ્યૂટની રસ્સી, સાટિન રિબિન અથવા લેસ બાંધી દેવી. ત્યાર બાદ એમાં તાજા ફૂલ અથવા નકલી ફૂલો લગાવીને સજાવી દો. જો તમે ઈચ્છો તો બોટલને પેઇન્ટ કર્યા વિના પણ વાપરી શકો છો.

કેન્ડલ હોલ્ડર (Candle Holder)
જૂની જામની બોટલોમાંથી કેન્ડલ હોલ્ડર પણ તૈયાર કરી શકાય છે. આ માટે બોટલની અંદર થોડા સજાવટી પથ્થર, રંગીન કાંકરા અથવા કાચના નાના મોતી ઉમેરો. આટલું કર્યા બાદ એમાં બેટરીથી ચાલતી નાની એલઈડી લાઈટ કે ટી-લાઈટ કેન્ડલ મૂકી દેવું. બોટલની બહારના ભાગને લેસ, જ્યૂટની રસ્સી કે રંગીન રિબિનથી પણ સજાવી શકાય છે. આને ડાઇનિંગ ટેબલ, સેન્ટર ટેબલ અથવા બાલ્કનીમાં મૂકવી. સાંજના સમયે એની રોશનીથી ઘર અત્યંત આકર્ષક લાગશે.

હેંગિંગ પ્લાન્ટર (Hanging Planter)
જૂની જામની બોટલને સારી રીતે સાફ કરીને તમે એમાં નાના આકારના છોડ વાવી શકો છો. આમાં મની પ્લાન્ટની કટિંગ, નાના એર પ્લાન્ટ અથવા સજાવટના છોડ વાવી શકો છો. બોટલના ચારે તરફ મજબૂત દોરી અથવા જ્યૂટની દોરી બાંધીને હેન્ગિંગ પ્લાન્ટર તૈયાર કરી શકાય છે. એને બાલ્કની, બારી અથવા દિવાલ પર લટકાવવા.

ફેરી લાઈટ્સ (Fairy Lights)
જૂની જામની બોટલોમાં ફેરી લાઈટ્સ પણ નાખીને એક શાનદાર ડેકોરેટિવ પીસ બનાવી શકો છો. આ માટે બેટરીથી ચાલતી ફેરી લાઈટ્સને સાવધાનીપૂર્વક બોટલની અંદર નાખી દો અને સ્વિચ બહાર રાખવી જેથી આસાનીથી ચાલુ -બંધ કરી શકાય. બહારના ભાગે નાના તારલિયાના સ્ટીકર કે અન્ય કોઈ સ્ટીકર્સ લગાવી શકો છો. આને તમે બેડરુમના સાઈડ ટેબલ, બાલ્કની કે લિવિંગ રુમના કોઈ ખૂણામાં મૂકી શકો છો.
આ પણ વાંચો: ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાની સરળ રીત…રોશનીથી ઝગમગી ઉઠશે ઘર…વધી જશે અજવાળું!
આ પણ વાંચો: લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!
આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…
