tips and tricks/ લક્ષ્મી-ગણેશની ધાતુની મૂર્તિને દિવાળી પહેલા કેવી રીતે ચમકાવશો? આ ઘરગથ્થુ ટિપ્સ કામ આવી શકે!

દિવાળીએ ઘરની સાફ-સફાઈ (Diwali Cleaning)થી માંડીને સજાવટનું કામકાજ ઉત્સાહભેર કરવામાં આવે છે. દિવાળીના શુભ અવસરે માતા લક્ષ્મી અને ગણેશજીની …

Trending festival Tips & Tricks Lifestyle
Diwali Cleaning...લક્ષ્મી-ગણેશની મૂર્તિને Absolutely ચમકાવી દો...3 Powerful ટિપ્સ!

Tips and Tricks: હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી (Diwali 2026) છે. એની તૈયારીઓ તમામ ઘરોમાં મહિના અગાઉથી શરુ થઈ જાય છે. ઘરની સાફ-સફાઈ (Diwali Cleaning)થી માંડીને સજાવટનું કામકાજ ઉત્સાહભેર કરવામાં આવે છે. દિવાળીના શુભ અવસરે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે.

દિવાળીના આ ખાસ અવસરે લોકો લક્ષ્મી અને ગણેશની મૂર્તિઓ ખરીદીને લાવે છે અને એની પૂજા કરે છે. જ્યારે ઘણા ઘરમાં ધાતુની એટલે કે પિત્તળ, તાંબુ અથવા ચાંદીથી બનેલી લક્ષ્મી-ગણેશજીની મૂર્તિઓ (Lakshmi-Ganesh Metal Idol) હોય છે જેમની પૂજા કરવામાં આવે છે.

પરંતુ સમય સાથે એ પોતાની ચમક ગુમાવી દે છે. ગંદી અથવા તો ફિક્કી પડી ગયેલી મૂર્તિઓને પૂજવાનું શુભ માનવામાં નથી આવતુ…આ સંજોગોમાં એને સાફ કરવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. આમ છતાં એની જૂની ઓરિજીનલ ચમક પાછી આવતી નથી! આ સંજોગોમાં તમને કેટલાક ઘરગથ્થુ નુસખા દર્શાવીએ છીએ જે તમારા કામે આવી શકે છે. અહિં દર્શાવેલી ટિપ્સ (Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips)થી તમે ધાતુની મૂર્તિને સરળતાથી સાફ કરી શકો છો.

દિવાળીમાં મૂર્તિઓની સફાઈ (Diwali Cleaning Tips)

અહિં દર્શાવેલી ટિપ્સ (Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips)થી તમે ધાતુની મૂર્તિને સરળતાથી સાફ કરી શકો છો.

Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips
Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips-Lemon and Salt

1. લીંબુ અને મીઠાનો પ્રયોગ (Lemon and Salt)

પિત્તળ અને તાંબાની મૂર્તિઓ માટે લીંબુ અને મીઠું એક બહેતરીન કુદરતી ક્લિનર છે. આ માટે એક વાડકીમાં બે ચમચી મીઠું લેવું અને એમાં એક લીંબુનો રસ મિક્સ કરવો. આ પેસ્ટને સ્પોન્જ અથવા મુલાયમ સુતરાઉ કપડાની મદદથી મૂર્તિની ઉપર સારી રીતે લગાવી લો અને 5-10 મિનિટ એમ જ રહેવા દો. ત્યાર બાદ નવશેકા પાણીથી મૂર્તિને ધોઈને સ્વચ્છ સુતરાઉ કાપડથી સારી રીતે લૂછી લેવી. મૂર્તિ ચમકી ઉઠશે!

Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips-Tamarind
Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips-Tamarind

2. આમલીનો પ્રયોગ (Tamarind)

તાંબા અને પિત્તળની મૂર્તિઓ પર જામેલી કાળાશ અને જીદ્દી ડાઘને દૂર કરવા માટે આમલીનો ઉપયોગ બહેતરીન સાબિત થશે. એનો ઉપયોગ કરવા માટે આમલીને થોડી વાર પાણીમાં પલાળીને એનો પલ્પ તૈયાર કરી લો. આ પલ્પને મૂર્તિ પર કેટલીક મિનિટો સુધી લગાવીને એમ જ રહેવા દો.

હાજર કુદરતી એસિડ ધાતુની સપાટી પર જામેલી ગંદકી અને મેલને સરળતાથી દૂર કરી દે છે. ત્યાર બાદ મૂર્તિને સ્વચ્છ પાણી વડે ધોઈને સૂકવી લેવી.

Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips-Vinegar and Baking soda
Lakshmi-Ganesh Metal Idol Cleaning Tips-Vinegar and Baking soda

3. સિરકા અને બેકિંગ સોડાને પ્રયોગ (Vinegar and Baking Soda)

જો મૂર્તિઓ ઘણી જ વધારે ગંદી થઈ હોય અને એની ઉપર જીદ્દી ડાઘ હોય તો સિરકા અને બેકિંગ સોડાનો ઉપયોગ કરો. એક ચમચી બેકિંગ સોડામાં થોડો સફેદ સિરકો મિક્સ કરી લો. જ્યારે એ હળવું ફીણયુક્ત મિશ્રણ બને ત્યારે એને એક મુલાયમ બ્રશની મદદથી મૂર્તિના ખૂણેખૂણા સુધી લગાવો. હળવા હાથેથી ઘસ્યા બાદ એને સાફ પાણીથી ધોઈ લેવી. અહિં જો મૂર્તિ ચાંદીની હોય તો એના પર આ મિશ્રણનો સાવધાનીપૂર્વક પ્રયોગ કરવો.


આ પણ વાંચો: ટ્યૂબલાઈટ અને બલ્બ સાફ કરવાની સરળ રીત…રોશનીથી ઝગમગી ઉઠશે ઘર…વધી જશે અજવાળું!

આ પણ વાંચો: કિચનમાં લગાવેલા એક્ઝૉસ્ટ ફેનને શી રીતે સાફ કરવો? આ ઘરગથ્થુ નુસખા દૂર કરશે ચીકાશ!

આ પણ વાંચો: આ દિવાળીએ બાલ્કનીને આપો શાનદાર લુક…આ રીતે લગાવો રંગબેરંગી ઝાલર…