Surat News: સુરત મહાનગરપાલિકાએ ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસકાર્યોને વેગ આપવા માટે રૂ.5,073 કરોડના કેપિટલ ખર્ચનું આયોજન (Surat SMC Capital Expenditure) કર્યું છે. માર્ચ મહિનાથી દિવાળી સુધીના સમયગાળામાં મનપાએ અત્યાર સુધીમાં રૂ.1,975 કરોડનો ખર્ચ કર્યો છે. આ રકમ કુલ કેપિટલ બજેટના 38.93 ટકા જેટલી (SMC Capital Budget) થાય છે. તાપી રિવરફ્રન્ટ, રૂંઢ-ભાઠા બેરેજ અને ડુમસ સી-ફેસ સહિતના મોટા પ્રોજેક્ટ્સની કામગીરીને કારણે ખર્ચની ગતિ વધી હોવાનું જણાવાયું છે.
Surat SMC Capital Expenditure: રિવરફ્રન્ટથી ડુમસ સી-ફેસ સુધીનાં કામો પૂરજોશમાં
મનપાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાં તાપી નદી પર રિવરફ્રન્ટ (Tapi Riverfront Project) ડેવલપમેન્ટના ફેઝ-1 અને ફેઝ-2, શહેરની જળસુરક્ષા સાથે જોડાયેલો રૂંઢ-ભાઠા બેરેજ પ્રોજેક્ટ (Rundh Bhatha Barrage) અને પ્રવાસન ક્ષેત્રે મહત્વ ધરાવતો ડુમસ સી-ફેસ ડેવલપમેન્ટ સામેલ છે. આ પ્રોજેક્ટ્સની કામગીરી હાલ ચાલી રહી છે.
આ ઉપરાંત શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે નવા ફ્લાયઓવર, રેલવે ઓવરબ્રિજ (ROB), નદી અને ખાડીઓ પર બ્રિજનું નિર્માણ તેમજ નવી સેન્ટ્રલ ઓફિસ બિલ્ડિંગ સહિતનાં કામો પણ હાથ ધરવામાં આવ્યાં છે. આ વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેપિટલ બજેટમાંથી ભંડોળ ખર્ચવામાં આવી રહ્યું છે.
બજેટનું કદ વધ્યું છતાં ખર્ચની ગતિ જાળવી
મળતી માહિતી મુજબ, અગાઉનાં વર્ષોમાં સુરત મનપાનો સરેરાશ વાર્ષિક કેપિટલ ખર્ચ આશરે રૂ.3,657 કરોડ રહેતો હતો. આ વર્ષે વિકાસકાર્યોને વધુ વેગ આપવાના હેતુથી કેપિટલ બજેટ વધારીને રૂ.5,073 કરોડ કરવામાં આવ્યું છે. બજેટનું કદ વધાર્યા બાદ પણ અત્યાર સુધીમાં 38.93 ટકા ખર્ચ થયો છે. આ કામગીરી પાછળ પાલિકાના શાસકો અને વહીવટી તંત્રના આયોજન, મોનિટરિંગ અને અમલીકરણને મુખ્ય કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
વર્ષના અંત સુધીમાં 100 ટકા ખર્ચનું લક્ષ્ય
હાલની ગતિ યથાવત્ રહે તો નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલાં કેપિટલ ખર્ચના નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, રૂ.5,073 કરોડનો સંપૂર્ણ ખર્ચ થશે કે નહીં તે આગામી મહિનાઓમાં પ્રોજેક્ટ્સની કામગીરી અને ભંડોળના વપરાશ પર નિર્ભર (Surat Infrastructure Development) રહેશે. મોટા પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ શહેરમાં માર્ગ, બ્રિજ, ટ્રાફિક વ્યવસ્થા, જળસુરક્ષા અને પ્રવાસન સુવિધાઓમાં સુધારો થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો: લો બોલો.. પાંચ વર્ષમાં જ પુલ તોડવાની નોબત આવી, સુરતના માંગરોળમાં પૂલે ખોલી “વિકાસ”ની પોલ?
આ પણ વાંચો: TP સ્કીમોને મંજૂરી,અમદાવાદ-રાજકોટ-સુરતને વિકાસની ભેટ
