Surat News: સુરતના વેસુ વિસ્તારમાં આવેલી GST કચેરી બહાર દિવાળી ગિફ્ટમાં મીઠાઈનું બોક્સ આપવા મુદ્દે કોન્ટ્રાક્ટર અને ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી (Surat GST Office Clash) થઈ હતી. વ્હાઇટ હાઉસ બિલ્ડિંગમાં આવેલી GST કચેરીમાં ગુરુવારે સવારે કાર ભાડે આપતા એક ખાનગી કોન્ટ્રાક્ટર પોતાના સ્ટાફ અને કર્મચારીઓને દિવાળી નિમિત્તે મીઠાઈનાં બોક્સ આપી રહ્યા હતા. આ દરમિયાન કોન્ટ્રાક્ટ હેઠળ કાર ચલાવતા એક ડ્રાઈવરે પણ મીઠાઈનું બોક્સ માગતાં વિવાદ શરૂ થયો હતો. મામલો (Vesu Surat Incident) એટલો વણસ્યો કે બંને વચ્ચે ઝપાઝપી થઈ અને કપડાં પણ ફાટી ગયાં હતાં.
Surat GST Office Clash: ‘હું મોડી રાત સુધી સાહેબોને મૂકવા જાઉં છું’ કહી મીઠાઈ માગી
મળતી માહિતી મુજબ, ડ્રાઈવરે કોન્ટ્રાક્ટરને જણાવ્યું હતું કે તે GST અધિકારીઓને મોડી રાત સુધી લાવવા અને મૂકવાની ફરજ બજાવે છે, તેથી તેને પણ દિવાળી ગિફ્ટ તરીકે મીઠાઈનું બોક્સ મળવું (Diwali Gift Dispute) જોઈએ. જોકે, આ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ડ્રાઈવરની રજૂઆતથી કોન્ટ્રાક્ટર ઉશ્કેરાઈ ગયો હોવાનો આક્ષેપ છે.
તમાચો માર્યા બાદ બંને વચ્ચે ઝપાઝપી
બોલાચાલી દરમિયાન કોન્ટ્રાક્ટરે ડ્રાઈવરને તમાચો માર્યો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી અને છૂટાહાથની મારામારી (Driver Contractor Fight) થઈ હતી. કચેરીના પરિસર બહાર થયેલી આ બબાલમાં બંને યુવકોએ એકબીજાનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.
112 પર કોલ કરતાં પોલીસ પહોંચી, બંને વચ્ચે સમાધાન
મારામારી બાદ ડ્રાઈવરે ઇમરજન્સી નંબર 112 પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં વેસુ પોલીસની PCR વાન વ્હાઇટ હાઉસ બિલ્ડિંગ ખાતે પહોંચી હતી. પોલીસે બંને યુવકોને વેસુ પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ કરી હતી. જોકે, પોલીસ સ્ટેશનમાં (Surat Police) સમજાવટ બાદ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હતો.
આ પણ વાંચો: રાજકોટમાં નરેન્દ્રબાપુ અને બાઈકચાલક વચ્ચે મારામારી, રસ્તા વચ્ચે લાફાવાળી
આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ પવન શર્માનું મોત, નિવૃત્ત IAS અધિકારી અને પુત્રની ધરપકડ
આ પણ વાંચો: લખનઉ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો: કાર્યકરો વચ્ચે બૂટ-ચંપલથી મારામારી
