Rajkot News: રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ચોટીલાના આપાગીગાના ઓટલાના મહંત અને ભાજપના પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર સોલંકી ઉર્ફે નરેન્દ્રબાપુ તથા એક બાઈકચાલક યુવક વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારી (Rajkot Narendra Bapu Fight) થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. વાહન ચલાવતી વખતે થૂંકવાની બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને એકબીજાને લાફા માર્યા હતા. જોકે, મહંતના જણાવ્યા મુજબ, બાદમાં બંને વચ્ચે સમાધાન થઈ ગયું હતું અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
Rajkot Narendra Bapu Fight: ચાલુ વાહને થૂંકવા બાબતે વિવાદ શરૂ થયો
મળતી માહિતી અનુસાર, રાજકોટના આનંદ બંગલા ચોક (Anand Bangla Chowk) નજીક વાહન ચલાવતી વખતે નરેન્દ્ર સોલંકી અને એક બાઈકચાલક યુવક વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં થયેલી વાતચીત ધીમે ધીમે ઉગ્ર બની ગઈ હતી અને મામલો ઝઘડા સુધી પહોંચી ગયો હતો.
બોલાચાલી બાદ બંને વચ્ચે ઝપાઝપી
આક્ષેપ પ્રમાણે, ઝપાઝપી દરમિયાન યુવકે નરેન્દ્ર સોલંકી (Narendra Solanki)ને ધક્કો માર્યો હતો, જેના કારણે તેઓ જમીન પર પડી ગયા હતા. ત્યારબાદ ઊભા થઈને નરેન્દ્રબાપુએ યુવકને લાફો માર્યો હતો. સામા પક્ષે યુવકે પણ તેમને લાફો માર્યો હતો. આ દરમિયાન મહંતે યુવકને લાકડીથી માર માર્યો હોવાનો પણ અહેવાલ છે.
રસ્તા વચ્ચે બંને વચ્ચે થયેલા વિવાદને કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સમગ્ર ઘટનાએ ત્યાંથી પસાર થતા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સમજાવટ બાદ મામલો થાળે પડ્યો
ઘટના બાદ બંને પક્ષો વચ્ચે વડીલો અને સ્થાનિક અગ્રણીઓએ સમજાવટ કરી હતી. નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આ નજીવી બાબતને લઈને થયેલો વિવાદ (Gujarat News) હતો અને સ્થળ પર જ મામલો ઉકેલાઈ ગયો હતો.
તેમના જણાવ્યા અનુસાર, આ ઘટનાને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં મારામારી બાદ પવન શર્માનું મોત, નિવૃત્ત IAS અધિકારી અને પુત્રની ધરપકડ
આ પણ વાંચો: લખનઉ કોંગ્રેસ કાર્યાલયમાં હોબાળો: કાર્યકરો વચ્ચે બૂટ-ચંપલથી મારામારી
આ પણ વાંચો: અમરાઈવાડીમાં મારામારી બાદ 24 વર્ષીય યુવકનું મોત, બે સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો
