દિલ્હી
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડો ભારતના સાત દિવસના પ્રવાસ માટે આવ્યા છે. ત્રણ દિવસ પહેલા ભારત પ્રવાસે આવેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોના સ્વાગતને લઇને થયેવા વિવાદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
PM @narendramodi welcomes Canadian PM @JustinTrudeau during the Ceremonial Reception at Rashtrapati Bhavan in New Delhi. pic.twitter.com/bYOTLsAIqn
— PIB India (@PIB_India) February 23, 2018
કેનેડાના વડાપ્રધાન જયારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પીએમ મોદી નહોતા ગયા જેના કારણે જસ્ટીન ટ્રુડોના સ્વાગતને લઇને વિવાદ ઉભો થયો હતો. કેનેડાના PM જયારે ગુજરાત આવ્યા ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની સાથે નહોતા આવ્યા અને એટલે સુધી કે PM મોદી તેમને એરપોર્ટ પર પણ નહોતા લેવા ગયા.
ભારતના પીએમ મોદી જયારે પણ વિદેશના કોઈ નેતા ભારતમાં આવે તો ટ્વીટ કરીને જાણ કરતા પણ આ વખતે કેનેડાના પીએમનું ટ્વીટ કરીને પણ સ્વાગત નહોતું કર્યું. આ બધા વિવાદોનો અંત પીએમ મોદીએ કેનેડાના પ્રધાનમંત્રીનું ઉમળકાભેર સ્વાગત કરીને વિવાદોનો અંત લાવી લીધો હોય તેમ લાગી રહ્યું છે.
Canadian Prime Minister #JustinTrudeau and family welcomed by PM Modi at Rashtrapati Bhawan. pic.twitter.com/nUxCM83VhD
— ANI (@ANI) February 23, 2018
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. કેનેડાના પીએમના દીકરીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવ્યા હતા. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોને રાષ્ટ્રપતિ ભવન ખાતે ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.
#WATCH: PM Narendra Modi receives Canadian Prime Minister #JustinTrudeau & his family at Rashtrapati Bhawan. pic.twitter.com/g1rxUiNAu1
— ANI (@ANI) February 23, 2018
પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, જસ્ટિન ટ્રુડો અને તેમના પરિવારને ભારત મુલાકાતમાં મજા આવી છે. હું તેમના બાળકો જેવિયર, એલા-ગ્રેસ અને હેડ્રિયનને ખાસ મળવા માગુ છું.
I look forward to meeting PM @JustinTrudeau tomorrow and holding talks on further strengthening India-Canada relations in all spheres. I appreciate his deep commitment to ties between our two countries.
— Narendra Modi (@narendramodi) February 22, 2018
આ મારી 2015ની કેનેડા મુલાકાતની તસ્વીર જ્યારે હું પહેલી વાર ટ્રુડો અને એલા ગ્રેસને મળ્યો હતો.
I hope PM @JustinTrudeau and his family had a very enjoyable stay so far. I particularly look forward to meeting his children Xavier, Ella-Grace, and Hadrien. Here is a picture from my 2015 Canada visit, when I'd met PM Trudeau and Ella-Grace. pic.twitter.com/Ox0M8EL46x
— Narendra Modi (@narendramodi) February 22, 2018
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટુડો રાજઘાટની મુલાકાત લીધી હતી. અહીં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
#Delhi: Canadian Prime Minister #JustinTrudeau & his family pay tribute to Mahatma Gandhi at Rajghat. pic.twitter.com/M3sDqfgmPy
— ANI (@ANI) February 23, 2018
