રાજસ્થાન,
રાજસ્થાનની વિધાનસભામાં એકબાજુ ખેડૂતો દ્વારા કરવામાં આવતા ઉગ્ર આંદોલન અને ભષ્ટાચાર અંગેના મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી ત્યારે બીજી બાજુ એક ધારાસભ્યએ ગુરુવારે આ ગૃહમાં આત્માઓનો વાસ છે, એમ જણાવી પૂજા કરાવવા માટે માંગ કરી છે.
Rajasthan MLAs call for puja inside ‘haunted’ assembly building, reports @urvashidev https://t.co/QsLeXBwuCY pic.twitter.com/7Nd88lENn9
— Hindustan Times (@htTweets) February 23, 2018
હકીકતમાં ગૃહની બહાર કાલૂલાલ ગુર્જર અને નાગૌરથી બીજેપી ધારાસભ્ય હબીબુર્રહમાન અશરફીએ જણાવ્યું હતું કે, વિધાનસભામાં ખરાબ આત્માઓનો વાસ છે. આ વિધાનસભા ગૃહમાં ૨૦૦થી વધુ MLAની સંખ્યા રહેતી નથી, ક્યારેય પણ કોઈ MLA રાજુનામું આપી દે છે, કોઈ MLAને જેલ જાય છે તો કોઈ ધારાસભ્યનું અવસાન થઇ જાય છે. આ તમામ ઘટનાઓ પાછળ ભૂતપ્રેતની આત્માઓ જવાબદાર છે.

MLA દ્વારા પોતાના ડર અંગે મુખ્યમંત્રીને કરાઈ રજૂઆત,
આ સંદર્ભમાં કેટલાક MLA દ્વારા પોતાના ડર અંગે મુખ્યમંત્રી વસુંધરા રાજે સમક્ષ પોતાની વાત રજુ કરી ચુક્યા છે. આ ઉપરાંત તેઓએ કોઈ પુજારીને બોલાવીને ભૂતપ્રેતની આત્માઓને શાંત કરવા માટે માંગ કરી છે. બીજી બાજુ વિધાનસભા ગૃહના પ્રવેશદ્વાર પર એક પુજારી પૂજા-પાઠ કરતો પણ જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નાથદ્વારાથી બીજેપીના ધારાસભ્ય કલ્યાણ સિંહનું મંગળવાર રાત્રે નિધન થયું હતું અને તેના એક દિવસ બાદ જ આ મુદ્દો વિધાનસભામાં ગુજ્યો હતો. આ પહેલા માંડલગઢથી બીજેપીના MLA કીર્તિ કુમારનું સ્વાઈન ફ્લુના કારણે મોત થયું તેમજ બીએસપીના MLA બી એલ કુશવાહાને હત્યાના કેસમાં જેલ ભેગા થયા હતા.
સ્મશાનની જમીન પર થયું છે વિધાનસભાનું નિર્માણ,
ધારાસભ્યોના ભયનું કારણ એ પણ છે કે, રાજસ્થાનની વિધાનસભાની આ ઈમારતનું નિર્માણ શ્મશાનની કેટલીક જમીન પર થયું છે. હકીકતમાં, વિધાનસભાની આ બિલ્ડીંગથી માત્ર ૨૦૦ મીટર દુર લાલ કોઠી મોક્ષધામ બનેલું છે. ઉલ્લેખનીય છે કે, આ વિધાનસભા ગૃહ લગભગ ૧૭ એકરમાં પથરાયેલું છે અને તેનું નિર્માણ નવેમ્બર ૧૯૯૪થી માર્ચ ૨૦૦૧ વચ્ચે કરવામાં આવ્યું હતું.
