Banaskantha News/ બનાસકાંઠામાં ભદ્રેવાડીનું બાળમંદિર જર્જરિત હાલતમાં, છતમાંથી ટપકે વરસાદી પાણી, 45 બાળકોના જીવ પર જોખમ

બનાસકાંઠા (Banaskantha) ના ભદ્રેવાડી ગામનું બાળમંદિર જર્જરિત હાલતમાં હોવાથી 45 બાળકો જોખમ વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે.

Top Stories Gujarat
Banaskantha

Banaskantha News: બનાસકાંઠા જિલ્લાના ભદ્રેવાડી ગામમાં આવેલું બાળમંદિર જર્જરિત હાલતમાં હોવાથી 45 જેટલા બાળકો જોખમ વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાની છતમાંથી વરસાદી પાણી ટપકતું હોવાથી ચોમાસા દરમિયાન વર્ગખંડમાં બેસવું પણ મુશ્કેલ બની ગયું છે. આ સ્થિતિને કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

Banaskantha news

સ્થાનિકો અને વાલીઓએ તંત્ર સમક્ષ બાળમંદિર માટે નવું મકાન મંજૂર કરવાની માંગ કરી છે. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના બને તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકો માટે સુરક્ષિત શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.


આ પણ વાંચો : બનાસકાંઠાના દાંતીવાડા ગામમાં કિશોરીનું અપહરણ કરીને નરાધામો દ્વારા દુષ્કર્મ

આ પણ વાંચો : બનાસકાંઠા: નોળિયો કરડ્યા બાદ મહિલાનું મોત

આ પણ વાંચો : વાવ-થરાદમાં કરુણ દુર્ઘટના: મિત્રને બચાવવા ગયેલા બે શ્રમિક યુવકો ખેત તલાવડીમાં ડૂબ્યા, બંનેના મોત