Banaskantha News : બનાસકાંઠા (Banaskantha)જિલ્લામાં નોળિયો કરડવાની ઘટના બાદ એક મહિલાનું દોઢ માસની સારવાર પછી મોત (Woman Dies) નિપજતાં વિસ્તારમાં ચિંતા અને શોકનો માહોલ છવાઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, મહિલાને થોડા સમય પહેલાં નોળિયાએ કરડતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સારવાર આપવામાં આવી હતી. જોકે, સારવાર દરમિયાન મહિલામાં હડકવા (રેબિઝ જેવા) લક્ષણો (Rabies Symptoms)જોવા મળતાં તબીબોએ વિશેષ સારવાર શરૂ કરી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલાએ રસીકરણનો માત્ર એક જ ડોઝ લીધો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તબીબોએ જરૂરી પરીક્ષણો માટે સેમ્પલ પણ મોકલ્યા હતા. છેલ્લા દોઢ માસથી સિવિલ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
સારવાર દરમિયાન મહિલાનું મોત (Woman Dies) થયું હતું
તમામ પ્રયાસો છતાં મહિલાની તબિયતમાં સુધારો ન થતાં સારવાર દરમિયાન મહિલાનું મોત થયું હતું. આ દુઃખદ ઘટનાના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા પશુઓ અથવા જંગલી પ્રાણીઓ કરડે ત્યારે તાત્કાલિક સંપૂર્ણ રસીકરણ અને તબીબી સલાહ લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મહુવાના ખોડિયારનગર વિસ્તારમાં બાળકનું મોત, ઝેરી જીવ-જંતુ કરડતા 6 વર્ષીય બાળકનું થયું મોત, હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયું બાળકનું મોત, ખોડિયારનગર વિસ્તારમાં વરસાદી
આ પણ વાંચો : ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના ભાઇ-બહેને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે
આ પણ વાંચો : જન્મદિવસ પર નાગીન ડાન્સ કરી રહ્યો હતો યુવક અને અચાનક આવી પહોંચ્યો કોબ્રા અને….
