Sanand News/ સાણંદના ડરણ ગામે પાઇપલાઇન કામગીરી સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પોલીસ બંદોબસ્ત વચ્ચે કામ શરૂ

સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગ દ્વારા પાઇપલાઇન ( Pipeline Project Gujarat) કામગીરી ફરી શરૂ થતાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી હાથ ધરાતા વિરોધ વધુ ઉગ્ર બન્યો.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Pipeline Project Gujarat:પોલીસ બંદોબસ્ત વચ્ચે પાઇપલાઇનનું કામ શરૂ

Sanand News: અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ડરણ ગામે સિંચાઈ વિભાગ દ્વારા પાઇપલાઇન ( Pipeline Project Gujarat) નાખવાની કામગીરી ફરી શરૂ થતાં ખેડૂતો અને તંત્ર વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોના વિરોધ વચ્ચે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવતા સમગ્ર વિસ્તાર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

Pipeline Project Gujarat:પાઇપલાઇન કામ સામે રોષ

ખેડૂતોનો આક્ષેપ છે કે જમીન સંપાદન, પૂર્વ નોટિસ અને યોગ્ય વળતરની પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ સિંચાઈ વિભાગે ખેતરોમાં પાઇપલાઇન (Pipeline Project Gujarat) નાખવાનું કામ શરૂ કરી દીધું છે. જેના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે.

વિરોધ વધતા ચાંગોદર અને સાણંદ પોલીસનો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. સાથે જ સિંચાઈ વિભાગના અધિકારીઓ, મામલતદાર અને DySP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ આ પાઇપલાઇન (Pipeline Project Gujarat) પ્રોજેક્ટ અંદાજે 77 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ચાંગોદર, ચાચારવાડી વાસણા અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું નિરાકરણ લાવવાનો છે.

સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડરણ ગામથી લઈને સાંકોડ ગામ સુધી આશરે 10 કિલોમીટર લાંબી પાઇપલાઇન (Pipeline Project Gujarat) ચાર ગામોના ખેતરોમાંથી પસાર કરવામાં આવશે. આ કામગીરી માટે જરૂરી જમીન ખોદકામ પણ કરવામાં આવશે.

નાયબ કાર્યપાલક ઇજનેરે સ્પષ્ટતા કરી છે કે સરકારની નીતિ મુજબ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે. જોકે ખેડૂતોનું કહેવું છે કે વળતર અને કાનૂની પ્રક્રિયા અંગે હજુ સુધી સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી.

હાલ સમગ્ર મામલે ખેડૂતો અને તંત્ર વચ્ચે ચર્ચા ચાલી રહી છે. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે, જ્યારે ખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ છે. આગામી દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા અને નિર્ણય થવાની શક્યતા છે.


આ પણ વાંચો:ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવાસી ખેડૂતો માટે વરદાન…

આ પણ વાંચો:વંથલી પંથકના ખેડૂતોના રોષ સામે ધારાસભ્ય અરવિંદ લાડાણીનું નિવેદન આવ્યું સામે

આ પણ વાંચો:રાહત પેકેજ જાહેર થતાં ખેડૂતો રોષે ભરાયા, કહ્યું રાજકીય પક્ષોને અમારા ગામમાં પ્રવેશવા નહીં દઈએ