Kutch Earthquake Update 2026: ગુજરાતના સરહદી અને ભૂકંપ પ્રત્યે અત્યંત સંવેદનશીલ ગણાતા કચ્છ જિલ્લામાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે બપોરના સમયે અચાનક જ Kutch માં ધરતી ધ્રુજી ઉઠતા સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આંચકો સામાન્ય કરતાં થોડો વધુ તેજ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો, દુકાનો અને ઓફિસોની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા.
Kutch માં બપોરે 12:39 વાગ્યે અનુભવાયો આંચકો
ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના સત્તાવાર રિપોર્ટ અનુસાર:
કચ્છની(Kutch) ધરા આજે બપોરે બરાબર 12:39 કલાકે ધ્રુજી ઉઠી હતી.અને સિઝમોલોજી વિભાગના આંકડા મુજબ, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 નોંધાઈ છે. આ આંચકાનું મુખ્ય કેન્દ્રબિંદુ (Epicenter) કચ્છના ભચાઉ (Bhachau) નજીક હોવાનું સામે આવ્યું છે.
જાનમાલનું કોઈ નુકસાન નહીં, વહીવટી તંત્ર સતર્ક
કચ્છમાં(Kutch) વારંવાર આવતા નાના-મોટા આંચકાઓને કારણે સ્થાનિક રહીશો માટે આ પરિસ્થિતિ નવી નથી. પરંતુ રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૩ કરતાં વધુ નોંધાતા સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન તંત્ર (Disaster Management) પણ તુરંત સતર્ક બન્યું હતું.
સૌથી મોટી રાહતની વાત એ છે કે, આ ભૂકંપની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી જિલ્લામાં ક્યાંયથી પણ કોઈ પણ પ્રકારની જાનહાનિ કે મોટા માલસામાનના નુકસાનના માઠા સમાચાર મળ્યા નથી. તંત્ર દ્વારા હાલ સમગ્ર પરિસ્થિતિ અને ગ્રામ્ય વિસ્તારો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
