Junagadh News/ વંથલી પંથકના ખેડૂતોના રોષ સામે ધારાસભ્ય અરવિંદ લાડાણીનું નિવેદન આવ્યું સામે

વંથલી વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા દ્વારા ધારાસભ્ય અરવિંદ લાડાણી પર તીખા આરોપો લગાવી રહ્યા છે.

Top Stories Gujarat Breaking News

Junagadh News: ખેડૂતોના વધતા રોષ અને આક્ષેપોના જવાબમાં વંથલી મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મીડિયા સમક્ષ એક ખુલ્લુ નિવેદન આપ્યું છે. ધારાસભ્યએ ખેડૂતોના ફોનનો જવાબ ન આપવા, તેમની વંથલી ઓફિસ બંધ રાખવા અને અન્ય મુદ્દાઓ પર સ્પષ્ટ સ્પષ્ટતા આપી છે, જેમાં તેમના કામની ગંભીરતા અને કાર્ય કરવાની તેમની પસંદગીના અધિકાર પર ભાર મૂકવામાં આવ્યો છે. વંથલી વિસ્તારના ખેડૂતો છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયા દ્વારા ધારાસભ્ય અરવિંદ લાડાણી (Arvind Ladani) પર તીખા આરોપો લગાવી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે તેઓ ખેતીના પ્રશ્નો, પાણીની સમસ્યાઓ, વીજળીના બિલ અને અન્ય સ્થાનિક ચિંતાઓ અંગે ધારાસભ્યને ફોન કરે છે, પરંતુ તેમના ફોનનો જવાબ મળતો નથી. તેમણે આ બાબતે એક વીડિયો વાયરલ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

વંથલી ખાતે બંધ કાર્યાલય બાબતે પણ ધારાસભ્ય એ કર્યો ખુલાસો

તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે વંથલીમાં ધારાસભ્યનું (MLA) કાર્યાલય લાંબા સમયથી બંધ છે. ખેડૂતોનો વધુમાં દાવો છે કે ધારાસભ્ય નિયમિતપણે તેમના મતવિસ્તારની મુલાકાત લેતા નથી અને સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે. આ બધા આરોપોના જવાબમાં, ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મીડિયા સમક્ષ એક ખુલ્લુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, “મારા વિરોધીઓ મીડિયાને કહ્યું હતું કે હું ફોનનો જવાબ આપતો નથી. હું કોઈ સળી કરવા વાળા ફોનનો જવાબ આપતો નથી, પરંતુ હું હંમેશા ગંભીર મુદ્દાઓ માટે ઉપલબ્ધ છું.”

“કાર્યાલય ચાલુ કરવું ન કરવું મારી ઇરછા ની વાત હોય”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ કોઈ મીટિંગમાં હોય અથવા કોઈ કાર્યક્રમમાં હાજરી આપતા હોય ત્યારે તેઓ ફોનનો જવાબ આપી શકતા નથી, પરંતુ જો તેમને જરૂરી લાગે તો જ તેઓ ખેડૂતોના વીડિયો જોયા પછી કોલનો જવાબ આપે છે. તેમણે કહ્યું, “જો, ખેડૂતનો (Farmer) વીડિયો જોયા પછી, મને જવાબ આપવાની જરૂર ન લાગે, તો હું નથી આપતો. તે મારા કામની ગંભીરતા છે.”

વંથલીમાં ઓફિસ બંધ હોવાના મુદ્દા અંગે, ધારાસભ્યએ સ્પષ્ટપણે કહ્યું, “ઓફિસ ખોલવી કે ન ખોલવી એ મારો વિશેષાધિકાર છે. હું મારા મતવિસ્તારમાં કામ કરું છું; ઓફિસમાં બેસવું જરૂરી નથી.”તેમણે દાવો કર્યો હતો કે તેઓ જૂનાગઢ, વંથલી અને અન્ય વિસ્તારોમાં નિયમિતપણે કામ કરે છે અને ખેડૂતોને પડતી સમસ્યાઓના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ રહે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આ પણ વાંચો: ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં

આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવાસી ખેડૂતો માટે વરદાન…