Ahmedabad News/ કઠલાલમાં દોઢ કરોડના વિદેશી દારૂ પ્રકરણમાં PI સસ્પેન્ડ

લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂના કટિંગ વખતે જ દરોડા પાડયા હતા

Gujarat Ahmedabad

Ahmedabad News : કઠલાલમાં દોઢ કરોડ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના પ્રકરણમાં PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.આ કેસમાં ખેડાના કઠલાલમાં કરોડો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂના કટિંગ વખતે જ દરોડા પાડયા હતા.

કઠલાલ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ ઝડપાતા ચક્ચાર મચી ગઈ હતી. જેને લઈને રેન્જ IGએ PI એમ.બી. ભગોરાને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા. તપાસમાં કઠલાલ પોલીસની હદના ગાડવેલ ગામે દારૂનું હતું કટિંગ થતું હોવાનું બહાર આવ્યું હતું.

પંજાબથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર કઠલાલ પહોંચ્યું હતું. બાદમાં આ સમગ્ર કેસમાં PI ભગોરાની બેદરકારી જણાતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં 11 મહિનામાં 700 દર્દીઓની પથરીની ઓપરેશન વગર લીથોટ્રીપ્સીથી પેઇનલેસ સારવાર…

આ પણ વાંચો: સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક દૂર કરી દર્દીનો જીવ બચાવાયો…

આ પણ વાંચો: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં થયા બે અંગદાન, માત્ર 12 કલાક કરાયા અંગદાન