પાકિસ્તાન વડા પ્રધાન ઇમરાન ખાનને તેમના દેશ પરત લઈ જતા વિમાનમાં 27 સપ્ટેમ્બરનાં રોજ ટેકનીકલ ખામી સર્જાઇ હતી. જો કે, પાકિસ્તાન મીડિયાએ દાવો કર્યો છે કે, યુએનથી પરત ફરતી વખતે વિમાનમાં ટેકનીકલ ખામી નહોતી, પરંતુ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમના વિમાનને પાછું બોલાવ્યું હતું.
પાક મેગેઝિન ‘ફ્રાઈડે ટાઇમ્સ’ નાં અહેવાલમાં જણાવાયું છે કે, ક્રાઉન પ્રિન્સ યુનાઇટેડ નેશન્સમાં ઇમરાન ખાન દ્વારા આપેલા ભાષણથી ગુસ્સે થયા હતા, તેથી તેમણે પોતાનું વિમાન પાછું બોલાવ્યું હતુ. ઇમરાન ખાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા યુનાઇટેડ સ્ટેટનો પ્રવાસ કરતા પહેલા સાઉદી અરેબિયા ગયા હતા. સાઉદીથી ઇમરાન ખાન કોમર્શિયલ ફ્લાઇટમાં ન્યૂયોર્ક જવાના હતા, પરંતુ મહેમાન તરીકે તેમને તેમનું વિમાન પૂરું પાડ્યું હતું. ઇમરાન તે જ વિમાનથી પરત ફરી રહ્યા હતા, પરંતુ તેને મધ્યમાંથી જ પરત બોલાવવામાં આવ્યુ હતુ.
હવે ફ્રાઈડે ટાઇમ્સે એમ કહીને ચોંકાવી દીધા છે કે, ત્યાં કોઈ ટેકનીકલ ખામી નહોતી, તે એમબીએસની નારાજગી હતી જેના કારણે ઇમરાનનાં વિમાનને પરત ફરવુ પડ્યુ હતુ. જો કે પાકિસ્તાન સરકારનાં પ્રવક્તાએ ફ્રાઈડે ટાઇમ્સનાં અહેવાલને “એકદમ ખોટો” ગણાવ્યો હતો અને તેને ઈમરાનની “સફળ યાત્રા” ને પ્રશ્નાર્થ ચિન્હ બનાવવાનો પ્રયાસ ગણાવતા તેમણે ભારે દિલગીર વ્યક્ત કરી હતી.
ફ્રાઇડે ટાઇમ્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, “કોઈ પણ સંજોગોમાં, ઇમરાન ખાનનાં ચાહકોએ ન્યૂયોર્કથી પાછા ફર્યા બાદ વિજેતા હીરો તરીકે તેમનું સ્વાગત કર્યું હતુ.” જો કે તેમની તરફથી સુચન પણ આવ્યું હતું કે, ઈમરાન જેદ્દાથી ઈસ્લામાબાદ પરત આવી રહ્યા છે તે વ્યાપારી વિમાનને ઇમરાન પ્રત્યે આદર બતાવવા માટે એફ -17 થંડર વિમાનનાં ઘેરા હેઠળ લાવવું જોઈએ. “
ફ્રાઇડે ટાઇમ્સે તેના અહેવાલમાં જણાવ્યું છે કે, “આ સમર્થકોને લાગે છે કે ઇમરાને કાશ્મીર, ઇસ્લામોફોબિયા જેવા તમામ વિશેષ મુદ્દાઓ પર ધારદાર રીતે વાત કરી હતી.” તેમને તેનાથી વાંધો નહોતો કે (જ્યારે ઇમરાન બોલતા હતા) હોલ અડધો ખાલી હતો અને ઈમરાને માની લીધું હતું કે પાકિસ્તાન અલ કાયદાનાં આતંકવાદીઓને તાલીમ આપતો હતો.
- રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

- “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
- https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
