દુર્ઘટના/ આંધપ્રદેશના તિરુપતિ પાસે બસ ખીણમાં ખાબકતા 7 લોકોના મોત 45થી વધુ ઇજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી

Top Stories India

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં શનિવારે રાત્રે બસ દુર્ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને 45 લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના તિરુપતિથી 25 કિલોમીટર દૂર બકરાપેટામાં થઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડ્રાઇવરની બેદરકારીને કારણે બસ ભેખડ પરથી ખાડીમાં પડી હતી. એસપી તિરુપતિએ જણાવ્યું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવ્યું છે કે આ બસ સગાઈ સમારોહમાં જઈ રહી હતી.