Gujarat Election/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 3 જાહેર સભા સંબોધશે,જાણો આ શહેરમાં રોડ શો પણ કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી પ્રચાર
  • રાજયના ત્રણ શહેરોમાં જંગી સભાઓને સંબોધશે
  • બપોરે ભરૂચના નેત્રંગમાં સભાને સંબોધશે
  • ખેડાના મહેમદાવાદ ખાતે પણ સભાને સંબોધશે
  • સુરતના વરાછા ખાતે સાંજે સભા સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતમાં ભાજપ માટે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પ્રચાર પ્રસારની કામગીરીમાં જોતરાયેલા છે. રાજ્યમાં ચૂંટણીની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી લીધી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  3 શહેરોંમાં ચૂંટણી સભા સંબોધશે.સુરત મુકામે રોડ શો પણ યોજવાના છે.

ગુજરાતમાં ભાજપનું શાસન છેલ્લા 27 વર્ષથી છે, આ વખતે આમ આદમી પાર્ટીની રાજ્યમાં એન્ટ્રી થતા સમીરરણો બદલાઇ શકે તેવા હોવાના લીધે ભાજપે મેગા પ્રચારની રણનીતિ બનાવીને એકશન મોડ પર જોવા મળી રહી છે. વડાપ્રધાન આજે બપોરે ભરૂચના નેત્રંગમાં સભા સંબોધશે, આ ઉપરાંત તે ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે પણ સભા સંબોધશે. અને છેલ્લે સુરતના વરાછા ખાતે પણ જાહેર સભા સંબોધશે.

ઉલ્લેખનીય છે કે ભાજપે ફરીવાર સત્તા મેળવવા માટે હાલ ખુબ કમરકસી છે, રાષ્ટ્ના દિગ્ગજ નેતાઓની ફૌજ હાલ પ્રચાર માટે ગુજરાતમાં ઉતારી દીધી છે. ભાજપે ચૂંટણી જીતવા માટે બેઠક દીઠ એનાલિસ કરીને તે પ્રમાણે ઝોન પ્રમાણે દિગ્ગજ નેતાઓ સભાઓ કરી રહ્યા છે.

ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે, હવે ગણતરીના દિવસો જ બાકિ રહ્યા છે, 1 અને 5 ડિસેમ્બરે ચૂંટણી મતદાન થવાનું છે. અને પરિમામ 8 ડિસેમ્બરે આવશે.

Gujarat Election/ગુજરાતમાં ચૂંટણી ફરજ પરના જવાને તેના બે સાથીદારો પર AK-56 વડે ગોળીબાર કર્યો, બેના મોત

Gujarat Election/કોંગ્રેસે ક્યારેય આતંકવાદી હુમલાની નિંદા કેમ નથી કરી? ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન