લાલિયાવાડી/ માર્ગ અને મકાન ખાતાની ઘોર બેદરકારી

રાજ્યના માર્ગ અને મકાન ખાતાની રોડઝ અને બ્રિજની કામગીરીમાં અવારનવારની ગેરરીતિઓ તેમજ નબળાં કામની ફરિયાદો ઉઠતી હોય છે. પણ હવે આ ખાતાએ જાળવણી કરવાની છે તેવા સરકારી આવાસોનો ગેર ઉપયોગ થઇ રહ્યો હોવાની ચોકાવનારી બાબત સપાટી પર આવી છે. સરકારી આવાસ જેને સોંપ્યું હોય તેના બદલે બીજા જ રહેતા હોવાની વિગત મળતા ખાતાને ફ્લાઈંગ સ્કોવર્ડ રચવાની ફરજ પડી છે.

Top Stories Gujarat

@પ્રફુલ્લ ત્રિવેદી 

Gandhinagar News: રાજ્યના માર્ગ અને મકાન ખાતાની રોડ અને બ્રિજની કામગીરીમાં તો લાલિયાવાડી ચાલતી હોવાનું વારંવાર સપાટી પર આવે છે. મોટાભાગના નવા જ બ્રિજમાં ગાબળા પડવાની બાબત હવે રોજીંદી બની ગઈ છે. પણ હવે માર્ગ અને મકાન ખાતા હસ્તકના સરકારી કર્મચારી,અધિકારીઓને રહેવા માટેના મકાનો,ક્વાટર્સની જાળવણી અને ફાળવણીમાં પણ અનેક પ્રકારની ગંભીર ગેરરીતી ચાલતી હોવાનું ખુદ ખાતાના આજના પરિપત્રમાં જ જાહેર થાય છે. જે કર્મચારીને મકાન ફાળવાયું હોય તે અન્ય જરૂરતમંદ કર્મચારીને કે બીજી કોઈ અનધિકૃત વ્યક્તિને ખાતાની જાણ બહાર બારોબાર ભાડે આપી દે છે, તેવી ગંભીર બાબત ખાતાને ધ્યાને આવી છે. બીજી તરફ જેન્યુઅન કર્મચારી સરકારી ક્વાર્ટર મેળવવા માટે વલખા મારી રહ્યા છે.

અનન્યને ભાડે પધરાવી દેવાથી ગંભીર ગેરરીતી મોડે મોડે ધ્યાને આવતા માર્ગ અને મકાન વિભાગે આજે પરિપત્ર બહાર પાડ્યો છે. અને ક્વાર્ટરની ચકાસણી માટે ફ્લાઈંગ સ્કોવર્ડની રચના કરવાની ફરજ પડી છે. હમણા હમણાં ‘નકલી’ની બોલબાલા છે. તેમ હવે મકાન અસલી, રહેનાર નકલીએ આ શ્રુંખલામાં ઉમેરો કર્યો છે.

પરિપત્ર અનુસાર નિરીક્ષણ સમિતિ રચાઈ છે, જેમાં ઉપસચીવ(વસવાટ) અધ્યક્ષ તરીકે રહેશે, જયારે સેક્શન અધિકારી અને નાયબ સેક્શન અધિકારી (આર) સભ્યો તરીકે રહેશે. આ સમિતિ ફ્લાઈંગ સ્કોવર્ડની કામગીરી પર દેખરેખ રાખશે. ફ્લાઈંગ સ્કોવર્ડ મકાનોનું ઓચિંતું ચેકિંગ હાથ ધરી શકશે.

  •  આવાસ અનધિકૃત રીતે સોંપનાર અને તેનો ભોગવટો કરનાર કર્મચારી વિરુદ્ધ શિસ્ત વિષયક પગલા લેવા ભલામણ કરશે.
  • અનાધિકૃત ભોગવટો કરનાર કર્મચારીને બ્લેકલિસ્ટ કરાશે અને તેઓ પાસેથી મૂળ ફાળવણીની તારીખથી માર્કેટ રેટ મુજબ ભાડું વસુલવાની ભલામણ કરશે.
  • કોઈ વ્યક્તિની જાણમાં આવી બાબત હોય તો તે 079-232-51888 પર જાણ કરી શકશે.

માર્ગ અને મકાન ખાતા દ્વારા અમદાવાદ-રાજકોટ હાઈવેની કામગીરી મંથરગતિએ ચાલી રહ્યાંની અને અમદાવાદ-બાવળા વચ્ચે જ 4 જેટલા ફ્લાઈઓવર અને અંદરપાસ કોન્ટ્રાકટર, તંત્રની મિલીભગતમાં ઉડાડી દેવયાનો અહેવાલ અગાઉ ‘મંતવ્ય ન્યૂઝ’ ચેનલ પર ઊંડાણથી પ્રસારિત થયો હતો. હવે આ ખાતાની બીજી ઘોર બેદરકારી પણ સપાટી પર આવી છે. આવું કેટલાં વર્ષોથી ચાલે છે? કેટલા મકાનોમાં ગેરકાયદેસર વસવાટ છે? તેના આંક જાહેર કરવા જોઈએ અને સરકારી કિંમતી મિલકતોથી જાળવણીમાં બેદરકારી દાખવનાર માર્ગ અને માકન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાવા જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો

આ પણ વાંચો:સુરતમાં રોંગ સાઈડ આવતા વાહન ચાલકો માટે અનોખી મુહિમ