વલસાડ/ રસોઇયાએ શાળામાં ભુવો બોલાવી કરી વિધી, 12 મરઘા સાથે 1 બકરાની ચઢાવી બલી

શાળામાં ભુવો: વલસાડના ધરમપુરના નગડધરી ગામની પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોયાએ…..

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 27T120043.351 રસોઇયાએ શાળામાં ભુવો બોલાવી કરી વિધી, 12 મરઘા સાથે 1 બકરાની ચઢાવી બલી
  • વલસાડ:રસોઇયાએ શાળામાં ભુવો બોલાવી કરી વિધી
  • ધરમપુરમાં ચોંકાવનારી ઘટના
  • શાળાના રસોઇયાએ પરિસરમાં કરી વિધી
  • સાદડપાડા સ્કૂલમાં રસોઈયાએ કરાવી વીધી

વર્તમાનમાં ડિજીટલ યુગ છે તેમજ દરેક વાત પાછળ સાબિતીની જરૂર પડે છે ત્યારે પણ કેટલાક લોકો અંધશ્રધ્ધાના અંધકારમાં ડૂબી જાય છે તેમજ અંધશ્રધ્ધાના રસ્તે ધકેલાઈ જાય છે.ત્યારે આવામાં વલસાડના ધરમપુરના નગડધરી ગામની પ્રાથમિક શાળાનો મામલો સામે આવ્યો છે. પ્રાથમિક શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોયાએ શાળામાં ભગત ભૂવા બોલાવી મેલી વિદ્યાની વિધિ કરાવી હોવાનું સામે આવ્યું છે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગડધરી ગામના સાદડપાડા ફળિયામાં આવેલી ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળામાં રસોયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોંયાએ ભગત ભુવાઓને બોલાઈ શાળામાં મેલી વિદ્યાની વિધિ કરાવી હતી. જ્યારે બલીની વિધિ શાળાથી દુર નદી કિનારે કરાઈ હતી જેમાં 25 નારીયળ, 12 મરઘા અને 1 બકરાની બલી ચઢાવવામાં આવી હતી. 1થી 8 ધોરણની સ્કૂલમાં વિધિ કરવામાં આવતા બાળકો ભયભીત થયા છે.

ધરમપુર નડગધરી ગામે સાદડપાડા સ્કૂલમાં રસોઈયા દ્વારા શાળા પરિસરમાં બે ભગત બોલાવી વિધિ કર્યાનો એસએમસી સભ્યોએ આક્ષેપ કર્યો છે. એસએમસી સભ્યોએ આ અંગે પોલીસ મથકમાં લેખિત અરજી કરી છે. સાથે જ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધ વધુ તપાસ થઈ તેવી માંગ પણ કરવામાં આવી હતી. જેને લઇને ધરમપુર પોલીસ દ્વારા ફરિયાદ અરજી લઈ વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી