Ahmedabad Realty/ અમદાવાદમાં બિલ્ડરો હવે બોક્સ પ્રાઇસ- રેરા એરિયા મુજબ ભાવ નક્કી કરશે!

અમદાવાદનું રિયલ્ટી માર્કેટ નવા વર્ષમાં નવી જ ફોર્મ્યુલા અપનાવે તેમ માનવામાં આવી રહ્યું છે. નવા વર્ષમાં હવે આ જ ભાવ સુપર બિલ્ટ-અપ એરિયાના બદલે બોક્સ પ્રાઇસ અને રેરા એરીયા મુજબ નક્કી થઈ શકે છે.

Top Stories Ahmedabad
મૃત્યુદરમાં થશે ઘટાડો 17 1 અમદાવાદમાં બિલ્ડરો હવે બોક્સ પ્રાઇસ- રેરા એરિયા મુજબ ભાવ નક્કી કરશે!

અમદાવાદઃ અમદાવાદનું રિયલ્ટી માર્કેટ નવા વર્ષમાં નવી જ ફોર્મ્યુલા અપનાવે તેમ માનવામાં આવી રહ્યું છે. અમદાવાદના રિયલ્ટી માર્કેટમાં અત્યાર સુધી સુપર બિલ્ટ-અપ એરિયા મુજબ મકાનો અને કોમર્સિયલ સ્પેસના ભાવ નક્કી થતા હતા. નવા વર્ષમાં હવે આ જ ભાવ સુપર બિલ્ટ-અપ એરિયાના બદલે બોક્સ પ્રાઇસ અને રેરા એરીયા મુજબ નક્કી થઈ શકે છે.

આના લીધે પહેલી જાન્યુઆરીથી ઓન-પેપર પ્રાઇસમાં નોંધપાત્ર વધારો થાય તેમ માનવામાં આવે છે. આના લીધે ખરીદદારો પણ ભાવની સાથે-સાથે વધુને વધુ સગવડો સાથેની સ્કીમ પણ પસંદ કરી શકશે.

આના પગલે વર્ષ 2024ના પ્રારંભથી જ અમદાવાદના પ્રોપર્ટી માર્કેટમાં મોટાપાયા પર ફેરફાર આવી શકે છે. તેમા પણ ખાસ કરીને જો તમે એપાર્ટમેન્ટ, વિલા અથવા કોમર્સિયલ સ્પેસ ખરીદવા માંગતા હોવ તો તેના ભાવ લગભગ બમણા જ થઈ જશે. હાલમાં ફ્લેટનો ભાવ ચોરસ ફૂટ દીઠ 4,500 રૂપિયા છે તો હવે તેનો ભાવ વધીને 7,500થી 8,000 રૂપિયા થઈ શકે છે.

બિલ્ડરોએ સુપર બિલ્ટ-અપ એરિયાના બદલે રેરા મુજબ ભાવ નક્કી કરવાની દિશામાં આગળ ધપી રહ્યા છે. હવે રેરામાં ભાવ નિર્ધારણની સ્થિતિ જોઈએ તો રેરા એરિયામાં કાર્પેટ એરિયા ઉપરાંત વોશરૂમ અને બાલ્કનીનો સમાવેશ થાય છે. હાલમાં સુપર બિલ્ટ અપ એરિયાની સામે કાર્પેટ એરિયા ઘણો ઓછો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ત્રણ હજાર ચોરસ ફૂટના એપાર્ટમેન્ટમાં ઉપયોગમાં લઈ શકાય તેવો વિસ્તાર 1,500 હજાર ચોરસ ફૂટ જ હોઈ શકે છે.

બિલ્ડરોએ સુપર બિલ્ટ-અપ એરિયાના બદલે રેરા એરિયાના આધારે ભાવ નક્કી કરવાનું વિચાર્યું છે. રેરા એરિયામાં કાર્પેટ એરિયા ઉપરાંત વોશરૂમ અને બાલ્કનીનો સમાવેશ થાય છે. હાલમાં સુપર બિલ્ટ અપ એરિયાની સામે કાર્પેટ એરિયા ઘણો ઓછો હોય છે. ઉદાહરણ તરીકે 2000 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટમાં યુઝેબલ રેરા એરિયા માત્ર 1000 સ્કવેર ફીટ હોઈ શકે છે.

તાજેતરમાં ક્રેડાઈ અમદાવાદના સભ્યોની બેઠકમાં આ અંગે વિચારણા કરવામાં આવી હતી. અમદાવાદમાં આગામી સમયમાં ગાયહેડ પ્રોપર્ટી શો યોજાવવાનો છે તે સમયે આ નવી વ્યૂહરચના અમલમાં મૂકી શકાય તેમ માનવામાં આવે છે. તેનાપછી નક્કી થયેલા રેરા એરીયા મુજબ જ પ્રોપર્ટી વેચાશે.

બોક્સ પ્રાઇસનો નવો કન્સેપ્ટ

અમદાવાદમાં બિલ્ડર્સ હવે બોક્સ પ્રાઇસ સિસ્ટમ નામની નવી ભાવપ્રણાલિ પણ લાગુ કરવા વિચારે છે. તેમા એપાર્ટમેન્ટનો પૂરેપૂરો ભાવ આવી જશે. તેમા બધા પ્રકારના ડેવલપમેન્ટ ચાર્જિસ, એએમસી-ઔડા ચાર્જિસ, જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી અને બીજા ખર્ચને પણ સામેલ કરીને ભાવ આપવામાં આવશે. તેનાથી ખરીદદારનો ફાયદો થશે


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ