Not Set/ જમ્મુ – કાશ્મીર : લદ્દાખમાં ૪૫,૦૦૦ કરોડ રૂ. ખર્ચે બનશે દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશ રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે મોટી હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે હવે આ જ ક્ષેત્રમાં જમ્મુ – કાશ્મીરમાં વધુ એક સોપાન ભાવમાં આવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લદ્દાખમાં દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દક્ષિણ કારગિલથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર બનાવવામાં આવનારા આ પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન […]

Top Stories India Trending
1922370 જમ્મુ – કાશ્મીર : લદ્દાખમાં ૪૫,૦૦૦ કરોડ રૂ. ખર્ચે બનશે દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી દેશ રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે મોટી હરણફાળ ભરી રહ્યો છે, ત્યારે હવે આ જ ક્ષેત્રમાં જમ્મુ – કાશ્મીરમાં વધુ એક સોપાન ભાવમાં આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લદ્દાખમાં દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ લગાવવાની તૈયારીઓ ચાલી રહી છે. દક્ષિણ કારગિલથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર બનાવવામાં આવનારા આ પ્લાન્ટથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જેનાથી ૧૨,૭૫૦ ટન કાર્બન ઉત્સર્જનોને રોકવામાં મદદ મળશે.

solar plant જમ્મુ – કાશ્મીર : લદ્દાખમાં ૪૫,૦૦૦ કરોડ રૂ. ખર્ચે બનશે દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ
national-jammu-kashmir world’s biggest solar plant establish in ladakh

આ પ્લાન્ટ લેહથી ૨૫૪ કિલોમીટર દુર ન્યોમાં વિસ્તારમાં આવેલા હાન્લે ખાલડોમાં સ્થાપિત કરવામાં આવશે, જેનો ફાયદો અહીંથી ૯૦૦ કિલોમીટર દુર આવેલાં હરિયાણાને પણ મળશે.

ઉર્જા મંત્રાલયનની સંસ્થા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) આ પ્રોજેક્ટ્સને પ્રમોટ કરી રહ્યા છે. માનવામાં આવે છે કે, આ પ્રોજેકટથી વર્ષ ૨૦૨૩ સુધીમાં લદ્દાખમાં ૫૦૦૦ મેગાવોટ યુનિટ અને કારગિલ માટે ૨૫૦૦ મેગાવોટ યુનિટ તૈયાર થઈ જશે. તેના માટે લગભગ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનોનો ખર્ચ કરવામાં આવશે.

લદ્દાખ યુનિટથી જનરેટ થનારી વીજળીને કૈથલ સુધી સપ્લાય કરવામાં આવશે, જેનાથી 900 કિલોમીટર લાંબી લાઈન લેહ-મનાલી માર્ગ પાછળ બીછાવવામાં આવશે.

GP0261Q જમ્મુ – કાશ્મીર : લદ્દાખમાં ૪૫,૦૦૦ કરોડ રૂ. ખર્ચે બનશે દુનિયાનો સૌથી મોટો સોલર પ્લાન્ટ
national-jammu-kashmir world’s biggest solar plant establish in ladakh

કારગિલ પરિયોજના શ્રીનગરની પાસે ન્યુ વાનપોહમાં ગ્રેડની સાથે શરુ થશે. SECI ના ડિરેક્ટર એસકે મિશ્રાએ જણાવ્યું કે, ટેંડર્સ સાથે જોડાયેલી સમસ્યાઓ પર ધ્યાન આપવાની સાથે પ્રોજેક્ટના સ્થાન સાથે જોડાયેલી સમસ્યાઓ પર પણ ધ્યાન આપવામાં આવશે અને તેને દૂર કરવામાં કોશિશો કરવામાં આવશે.

સ્થાનિક તંત્રને પ્રો જેક્ટ સાથે જોડાયેલી અન્ય એક સકારાત્મક વાત એ છે કે લેહ અને કારગિલ તંત્રએ માઉન્ટેન કાઉન્સિલ માટે મહેંતાણાના ભારે ક્રમશ ૨૫૦૦૦ અને ૧૨૫૦૦ એકર બિન ગોચર જમીન સૌપાશે, જે ૩ % વાર્ષિક વૃદ્ધિ સાથે પ્રતિવર્ષ ૧૨૦૦ રુપિયા પ્રતિ હેક્ટરનું ભાડું પણ લેશે.