Crime/ ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપીઓ પોલીસના સકંજામાં, હજુ અનેક મોટા માથાના નામ ખુલવાની શકયતા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ 2019 માં દાખલ થયેલી 1.46 કરોડના 1 કિલો 469 ગ્રામ એમ.ડી ડ્રગ્સના ગુનાની તપાસમાં મુંબઈના મુખ્ય ડ્રગ્સ સપ્લાયર નો રોલ સામે આવ્યો છે.

Top Stories Ahmedabad Gujarat
atan 5 ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપીઓ પોલીસના સકંજામાં, હજુ અનેક મોટા માથાના નામ ખુલવાની શકયતા

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ 2019 માં દાખલ થયેલી 1.46 કરોડના 1 કિલો 469 ગ્રામ એમ.ડી ડ્રગ્સના ગુનાની તપાસમાં મુંબઈના મુખ્ય ડ્રગ્સ સપ્લાયર નો રોલ સામે આવ્યો છે. આ ગુનામાં પહેલા 4 ઈસમોની પૂછપરછમાં એમ.ડી ડ્રગ્સનો જથ્થો મુંબઇનાં ડ્રગ્સ સ્પ્લાયર અસ્ફાક બાવા તથા અન્ય માણસો મારફતે મળ્યો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે મુંબઈના અફાક બાવાને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈ સ્થિત સપ્લાયર ફરહાન તથા રેહાન પાસેથી મળ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ફરહાનખાનની તપાસ કરતાં તે NDPS નાં ગુનામાં સેન્ટ્રલ જેલ થાણેમાં કેદ હોવાનું ખુલ્યું હતું.

આરોપીની પૂછપરછ કરતાં ડ્રગ્સનો જથ્થો મોટા ડ્રગ્સ માફિયા પરવેઝ ઉર્ફે ચિન્કુ પઠાણ, નસરૂલ્લાખાન પઠાણ તથા આરીફ ઉર્ફે બોસ યાકુબ ભુજવાલા પાસેથી ખરીદ વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું. જે બન્ને આરોપીઓ હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોવાની હકીકત સામે આવી હતી. તેઓની અટકાયત કરીને પુછપરછ કરતા બન્ને મુંબઇ ખાતે એમ.ડી ડ્રગ્સના મુખ્ય સ્પ્લાયર છે અને દુબઇ ખાતે રહી ભારતમાં એમ.ડી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા સુત્રધાર કૈલાશ રાજપુત સાથે મળી ભારતમાં એમ.ડી ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક કૈલાશ રાજપુતના માણસ સિકંદર મારફતે ચલાવતા હતા. હાલ આ બન્ને આરોપીઓને અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી ડ્રગ્સ કૌભાંડનાં મોટા માથા સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.

કોલસેન્ટર કૌભાંડ / VOIP EXCHANGE કોલ સેન્ટર ઝડપાયું, પાકિસ્તાનથી પણ અનેક કોલ આવ્યા હોવાનું ખુલ્યું

કોરોના / અમેરિકન વૈજ્ઞાનિકો કોરોનાને માત આપવા માટે બનાવી રહ્યા છે ચ્યુઇંગમ!