Elon Musk tesla/ ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતીય કંપની સામે કોર્ટમાં કર્યો કેસ, ટ્રેડમાર્ક વિવાદમાં ટેસ્લા દિલ્હી કોર્ટના શરણે

ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ એક ભારતીય કંપની વિરુદ્ધ કેસ શરૂ કર્યો છે. આ માટે અમેરિકન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા ઈંકે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે.

Top Stories Business
Beginners guide to 2024 05 04T122001.994 ઇલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતીય કંપની સામે કોર્ટમાં કર્યો કેસ, ટ્રેડમાર્ક વિવાદમાં ટેસ્લા દિલ્હી કોર્ટના શરણે

ઇલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન કંપની ટેસ્લાએ એક ભારતીય કંપની વિરુદ્ધ કેસ શરૂ કર્યો છે. આ માટે અમેરિકન ઈલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા ઈંકે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. ઈલોન મસ્કની કંપનીએ ગુરુગ્રામ સ્થિત કંપની વિરુદ્ધ ગુરુવારે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ કેસ ટ્રેડમાર્ક ઉલ્લંઘન સાથે સંબંધિત છે. ટેસ્લા ઇન્ક જે કંપની વિરુદ્ધ હાઇકોર્ટમાં પહોંચી છે તેનું નામ ટેસ્લા પાવર ઇન્ડિયા છે. ટેસ્લા ઇન્કએ હાઇકોર્ટ પાસે ટેસ્લા પાવર ઇન્ડિયાને ટ્રેડમાર્ક ટેસ્લાનો ઉપયોગ કરવાથી રોકવાની માંગ કરી છે.

ટેસ્લા ઇન્કે કર્યા આ આક્ષેપો
ટેસ્લા ઇન્ક વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ ચંદર લાલે જણાવ્યું હતું કે ટ્રેડમાર્કનો દુરુપયોગ અમેરિકન કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યો છે અને તેના વ્યવસાયિક હિતોને અસર કરી રહ્યો છે. તેમણે કહ્યું કે નામનો ઉપયોગ પણ ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે. ટેસ્લા પાવરની બેટરીઓ સામેની ફરિયાદો અમેરિકન કંપની EV નિર્માતા ટેસ્લા ઇન્ક.ને રીડાયરેક્ટ કરવામાં આવી રહી છે, કારણ કે ગ્રાહકો માની રહ્યા છે કે તે એલોન મસ્કની કંપની સાથે સંકળાયેલી છે.

આવી જાહેરાત કરવાનો આરોપ
ચંદર લાલે આરોપ લગાવ્યો કે ગુરુગ્રામ સ્થિત કંપની ટેસ્લા પાવર અખબારોમાં તેની બેટરીની જાહેરાત કરી રહી છે, જેમાં તે પોતાને ઇલેક્ટ્રિક વાહન કંપની તરીકે બતાવી રહી છે. એટલું જ નહીં પરંતુ ગુરુગ્રામ સ્થિત કંપની ટેસ્લા પાવર પણ અમેરિકન કંપનીના લોગોનો ઉપયોગ કરી રહી છે.

આગામી સુનાવણી 22 મેના રોજ થશે
અમેરિકન કંપનીની અરજી બાદ કોર્ટે ગુરુગ્રામ સ્થિત કંપની ટેસ્લા પાવરને નોટિસ ફટકારી છે. કોર્ટે ટેસ્લા પાવરને ટેસ્લા ઇન્ક જેવા ટ્રેડમાર્કનો ઉપયોગ કરવાથી અને આગામી સુનાવણી સુધી EV ઉત્પાદનો સાથે જાહેરાત કરવા પર રોક લગાવી છે. આ કેસની આગામી સુનાવણી 22 મેના રોજ થવાની છે.

બીજી તરફ, ટેસ્લા પાવરનું કહેવું છે કે તે ઘણા વર્ષોથી બિઝનેસ કરી રહી છે. તે વાહનોમાં વપરાતી પરંપરાગત બેટરી બનાવે છે. EV સેગમેન્ટમાં પ્રવેશવાની તેની કોઈ યોજના નથી. કંપનીએ કોર્ટમાં એવો પણ દાવો કર્યો હતો કે તેની બેટરીના પહેલાથી જ લાખો ગ્રાહકો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પીએમ મોદીની આજે દરભંગામાં રેલી, ઝારખંડના પલામુ અને લોહરદગામાં પણ ચૂંટણી સભાને સંબોધસે

આ પણ વાંચો:ચૂંટણીના દરેક તબક્કા પછી મતદાનની ટકાવારીના આંકડા સમયસર જાહેર કરવા મહત્વપૂર્ણ છે: ચૂંટણી પંચ

આ પણ વાંચો:ઈન્દોરમાં એકતરફી ચૂંટણીમાં મતદાન વધવાના ડરથી કોંગ્રેસે બેઠક બોલાવી