છેડતી/ નિંદરાધીન મહિલાને ચાલીનાં યુવકે ચુંબન કરી શરૂ કર્યા શારિરીક અડપલાં, મહિલા જાગી જતા થયું આવું

અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય વિધવા મહિલાએ તેની જ ચાલીમાં રહેતા યુવક સામે છેડતી અને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે.

Ahmedabad Gujarat Trending
physical harassment નિંદરાધીન મહિલાને ચાલીનાં યુવકે ચુંબન કરી શરૂ કર્યા શારિરીક અડપલાં, મહિલા જાગી જતા થયું આવું

અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં રહેતી 39 વર્ષીય વિધવા મહિલાએ તેની જ ચાલીમાં રહેતા યુવક સામે છેડતી અને શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. શાહીબાગની એક ચાલીમાં રહેતી મહિલાના પતિનું 10 વર્ષ પહેલા બીમારીના કારણે અવસાન થયું હોવાથી તે તેના બે સંતાનો અને સાસુ સાથે રહે છે. 16 મી ફેબ્રુઆરીની રાતે મહિલાની સાસુ ઘરની બહાર સુતા હતા અને ઘરનો દરવાજો સાસુએ બહારથી સ્ટોપર મારીને બંધ કર્યો હતો. મહિલા અને 18 વર્ષીય દીકરી અને 12 વર્ષીય દીકરા સાથે ઘરની અંદર હતા.

Image result for physical harassment

રાતના ત્રણ વાગ્યાની આસપાસ મહિલાની ચાલીમાં રહેતા સુરેન્દ્રસિંહ ઉર્ફે સુર્યો રણજીતસિંહ ચૌહાણ મહિલાના ઘરના દરવાજાની સ્ટોપર ખોલીને ઘરમાં પ્રવેશ્યો હતો અને તેના મહિલાનાં પલંગ પાસે આવી મહિલાના હોઠ પર પોતાના હોઠ અડાડી ચુંબન કર્યું હતું અને મહિલાના છાતી ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો, જેથી મહિલા ઉંધમાથી જાગી જતા તેણે સુરેન્દ્રસિંહને ધક્કો મારીને દૂર કર્યો હતો અને બુમા બુમ કરતાં તેની દીકરી-દીકરો તેમજ સાસુ જાગી ગયા હતા અને આજુબાજુની ચાલીના માણસો ભેગા થતા છેડતી કરનાર ત્યાંથી ભાગી ગયો હતો.

Image result for physical harassment

આ મામલે મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી તેમજ શારીરિક અડપલાંનો ગુનો નોંધી આરોપી યુવકની શોધખોળ શરૂ કરી છે..

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…