મુંબઈ
2017માં રીલીઝ થયેલી એક્ટર પ્રભાસની ફિલ્મ બાહુબલી-2 એ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી છે. આ ફિલ્મે માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ જબરદસ્ત કમાણી કરી છે.પ્રભાસની હવે બીજી ફિલ્મ રીલીઝ થઇ રહી છે અને તેના નિર્માતાઓ બાહુબલી-2 જે તારીખે રીલીઝ થઇ હતી તે જ તારીખે નવી ફિલ્મ રીલીઝ કરવા માંગે છે.પ્રભાસની આગામી ફિલ્મ ‘સાહો’ પણ બાહુબલી-2ની રીલીઝ ડેટના રોજ પ્રદર્શિત કરવામાં આવશે.
બાહુબલી -2 એપ્રિલ 28, 2017 ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર નિર્માતાઓ હવે ‘સાહો’ ને પણ 28 એપ્રિલે રિલીઝ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “બાહુબલી સીરીઝના પછી પ્રભાસની ફેન ફોલોઈંગમાં વધારો થયો છે. મેકર્સ ઇચ્છે છે કે ફિલ્મ આગામી વર્ષે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થશે. સાહોના રીલીઝ અંગે સમગ્ર દેશના ડિસ્ટ્રીબ્યૂટર્સના સાથે વાતચીત કરવામાં આવી રહી છે.
આપને જાણવી દઈએ કે, બાહુબલી-2 ની સક્સેસ પછી પ્રભાસની કોઈ પણ ફિલ્મ રિલીઝ નથી થઇ અને તે હવે ‘સાહો’માં જોવા મળશે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર છે. સાહોમાં ઘણા મોટા કલાકારોને લેવામાં આવ્યા છે જેમ કે, નીલ નીતિન મુકેશ, જેકી શ્ર્રોફ, મંદિરા બેદી જેવા કલાકારો જોવા મળશે.
હાલ તો, સાહોનું શૂટિંગ સમાપ્ત થયું છે. ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલુ છે.