ટ્રેન્ડ/ ફ્રીમાં કરવું છે પ્રિ વેડિંગ ફોટોશૂટ તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

લગ્નપ્રસંગની યાદોને આજથી નહીં પરંતુ દાયકાઓથી તસ્વીરોમાં કંડારાય છે. સમય બદલાયો તેમ તેની રીતો બદલાઈ, છેલ્લા 5 વર્ષમાં પ્રિ વેડિંગ ફોટોશૂટના ક્રેઝમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે ગુજરાતના એવા અનેક સ્થળ છે જ્યાં પૈસા વગર અને ભવ્યતા સાથે પણ પ્રિ વેડિંગ ફોટોશૂટનું પ્લાન કરી શકો છો

Trending Lifestyle
pri wed ફ્રીમાં કરવું છે પ્રિ વેડિંગ ફોટોશૂટ તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન

લગ્નપ્રસંગની યાદોને આજથી નહીં પરંતુ દાયકાઓથી તસ્વીરોમાં કંડારાય છે. સમય બદલાયો તેમ તેની રીતો બદલાઈ, છેલ્લા 5 વર્ષમાં પ્રિ વેડિંગ ફોટોશૂટના ક્રેઝમાં જબરદસ્ત વધારો થયો છે, ત્યારે ગુજરાતના એવા અનેક સ્થળ છે જ્યાં પૈસા વગર અને ભવ્યતા સાથે પણ પ્રિ વેડિંગ ફોટોશૂટનું પ્લાન કરી શકો છો. આ સ્થળો પ્રિ વેડિંગ ફોટોશૂટ માટેના બેસ્ટ ઓપ્શન છે.

અડાલજની વાવ

પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે અડાલજની વાવ લોકોની ખાસ પસંદ હોય છે અને તેનું કારણ છે તેનુ ઐતિહાસિક બાંધકામ.. અમદાવાદની નજીક અડાલજ ગામમાં અડાલજની વાવ આવેલી છે. વાઘેલા વંશ દ્વારા બાંધવામાં આવેલ અડાલજની સ્ટેપવલનું કોતરણી કામ તમને જૂના રાજાઓના સમયમાં લઈ જાય છે.

એલિસબ્રિજ

અમદાવાદની જ્યારે ઓળખની વાત આવે ત્યારે એલિસબ્રિજ નજર સામે આવી જાય… અંગ્રેજો સમયે તૈયાર કરેલો આ બ્રિજ શહેરની ઐતિહાસિક ઓળખ છે. અમદાવાદના પૂર્વ અને પશ્ચિમને જોડતો એલિસબ્રિજ પણ પ્રિ વેડિંગ ફોટોશૂટના લોકેશન માટેનો બેસ્ટ વિકલ્પ છે. સાબરમતી નદીના પશ્ચિમ કિનારે સ્થિત, એલિસ બ્રિજ લગ્ન પહેલાની તસવીરોમાં ઐતિહાસિક સ્પર્શ ઉમેરે છે. કેટલાક લોકપ્રિય રોમેન્ટિક મૂવી દ્રશ્યો પુલ પર શૂટ કરવામાં આવ્યા છે અને એલિસ બ્રિજ તમારા લગ્ન પહેલાનું મૂવી સ્થાન છે. સાબરમતી નદીના પશ્ચિમ કિનારે સ્થિત એલિસબ્રિજ લગ્ન પહેલાની તસવીરોમાં ઐતિહાસિક સ્પર્શ ઉમેરે છે. અનેક રોમેન્ટિક ફિલ્મોનું શુટિંગ એલિસબ્રિજ પર પર શૂટ કરવામાં આવ્યું છે. પ્રિ વેડિંગ વીડિયો શૂટ માટે પણ એલિસબ્રિજ શ્રેષ્ઠ છે.

નળસરોવર તળાવ

નળસરોવરનો અલભ્ય નજારો તમારા પ્રિ વેડિંગ ફોટોશૂટને યાદગાર બનાવે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ સ્વર્ગ સમાન છે.  તમારા માથા ઉપર ચમકતો તેજસ્વી સૂર્ય, તમારા પગ નીચેથી વહેતું ચમકતું પાણી, તમારા ચહેરાને સ્પર્શ કરતો શાંત પવન અને પ્રેમના ગીતો ગાતા પક્ષીઓ આ બધી બાબતોના કારણે તમારો અનુભવ અવિસ્મરણીય બની જાય છે. જો તળાવની મધ્યમાં હાથમાં હાથ પરોવીને ફોટોશૂટ કરવામાં આવે જે રોમાન્સમાં વધારો કરે છે.

થોળ લેક

ગુલાબી ફ્લેમિંગો, અસ્ત થતા સૂર્યનો કેસરી રંગ, છીછરા જળાશયના લહેરાતા પાણી, શાંત પવનની લહેર અહીં બધું છે. થોળ તળાવને ગુજરાતના પ્રિ વેડિંગ ફોટોશૂટ માટેનું વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે. સ્થળોમાંનું એક બનાવે છે. રોમેન્ટિક ફોટા પાડવા માટે કે ફોટોશૂટ માટે થોળ લેક રમણીય જગ્યા છે. જાત-જાતના પક્ષીઓના કારણે થોળની સુંદરતા ખીલી ઉઠે છે. પરંપરાગત વસ્ત્રો સાથે ફોટોશૂટ જીવનભરના સંભારણા બની જશે.

પુનિત વન

ગાંધીનગરમાં પુનિત વન પણ પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે સરસ વિકલ્પ છે. પુનિત વનમાં જંગલ અને તળાવ કાંઠાનો નજારો અને પક્ષીઓનો કલરવ તમારા ફોટોશૂટના અનુભવને બેસ્ટ બનાવે છે.

કચ્છનું સફેદ રણ
પ્રિ વેડિંગ શૂટ માટે સૌથી પહેલા કોઈ સ્થળનો વિચાર આવે તો તે છે કચ્છનું સફેદ રણ…સફેદ પણને ગુજરાતનું સ્વર્ગ પણ કહી શકીએ છીએ. પ્રિ વેડિંગ શૂટ માટેનું કચ્છ બેસ્ટ લોકેશન છે.શાંત સફેદ રેતી અને સુંદર પૃષ્ઠભૂમિ તમારા પ્રિ વેડિંગ ફોટોશૂટને કેનવાસ પ્રદાન કરે છે. કચ્છનું રણ સર્જનાત્મકતાની ભૂમિ છે અને તે ભરપૂર માત્રામાં કુદરતી સૌંદર્ય પ્રદાન કરે છે, સફેદ રણમાં ફોટોશૂટ માટે ઊંટની સવારી અને કેટલીક વસ્તુઓ પ્રોપ્સ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે.

પોલો ફોરેસ્ટ

જે લોકો પોતાના પ્રિ વેડિંગ ફોટોશૂટને એડવેન્ચેરસ બનાવવા માગે છે તેમના માટે પોલો ફોરેસ્ટ બેસ્ટ પ્લેસ છે. પોલો ફોરેસ્ટમાં ફોટોશૂટ દરમિયાન ચમકીલા અને રંગબેરંગી કપડા સાથે ફોટોશૂટ કરાવો તો તે બેસ્ટ રહે છે.

ચાંપાનેર
ઓસ્કાર-નોમિનેટેડ આમિર ખાન સ્ટારર ફિલ્મ લગાન તો તમને યાદ હશે, આ બ્લોકબસ્ટર હિટ ફિલ્મનું કેટલાક શૂટિંગ ચાંપાનેરમાં થયું હતું. ચાંપાનેરમાં કુદરતી સૌદર્યનો ખજાનો રહ્યો છે.  જો તમે તમારા પ્રિ વેડિંગ ફોટોશૂટને જીવનભરનું સંભારણું બનાવવા માગો છો તો ચાંપાનેર બેસ્ટ ઓપ્શન છે. ચાંપાનેરમાં ધાર્મિક સ્થળોની સાથે અમીર મંઝીલ, વડા તળાવ અને ચાંપાનેર કિલ્લો જેવા ઐતિહાસિક પ્રવાસન સ્થળો પણ છે, આ સ્થળો પર પ્રિ વેડિંગ ફોટોશૂટ ક્લાસિક ફિલિંગ આપે છે. ઐતિહાસિક સ્થળો, કુદરતનું સૌંદર્ય આ સ્થળને પ્રિ વેડિંગ ફોટોશૂટ માટે શ્રેષ્ઠ બનાવે છે.