Kheda/ માતરમાં પાણી પુરવઠાની બેદરકારી, ગેસ લીકેજથી 15 લોકો થયા બેભાન

ખેડાના માતરમાં પાણી પુરવઠાની બેદરકારીને કારણે ગેસ લીકેજની ઘટના બની છે. જેમાં 7 લોકો બેભાન થાય છે. 
છેલ્લા 10 વર્ષથી પરીએજ પાણી પુરવઠાની લાઇનમાં ક્લોરિન ગેસનો ભરવો થયો હતો.

Top Stories Gujarat Others
ખેડાના માતરમાં પાણી પુરવઠાની બેદરકારી, ગેસ લીકેજથી 7 લોકો થયા બેભાન

ગુજરાત રાજ્યમાં પાણી પુરવઠા વિભાગની મોટી બેદરકારી સામે આવી છે. પરીએજ પાણી પુરવઠાની લાઇનમાંથી ગેસ ગળતર થતાં સાત લોકો બેભાન બન્યા છે. વર્ષો સુધી પડી રહેલો ક્લોરિન ગેસ લીક થતાં આ દુર્ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડાના માતરમાં પાણી પુરવઠાની બેદરકારીને કારણે ગેસ લીકેજની ઘટના બની છે. જેમાં 15  લોકો બેભાન થાય છે.
છેલ્લા 10 વર્ષથી પરીએજ પાણી પુરવઠાની લાઇનમાં ક્લોરિન ગેસનો ભરવો થયો હતો. જેના નિકાલ દરમિયાન આ ઘટના બની હતી. ક્લોરીન ગેસનો નિકાલ કરતા ગેસ લીકેજ થયોહતો. અને જેમાં કાર્યરત સાત કર્મચારી બેભાન થયા હતા.  તમામ લોકોને તારાપુર હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. મામલતદાર અને TDO ઘટનાસ્થળે પહોંચ્યા છે. ગેસ લીકેજ અટકાવવાની કામગીરી હાથ ધરાઈ છે.

ધામી 1 3 માતરમાં પાણી પુરવઠાની બેદરકારી, ગેસ લીકેજથી 15 લોકો થયા બેભાન

ક્લોરિન વાયુની અસર એટલી તીવ્ર હતી કે જેને લઈ લોકોના ઘરમાં મૂકેલા વાસનોનો રંગ પણ બદલાઈ ગયો હતો.

ધામી 1 4 માતરમાં પાણી પુરવઠાની બેદરકારી, ગેસ લીકેજથી 15 લોકો થયા બેભાન

તો સાથે સાથે પાલતુ પ્રાણી ઓ  ઉપર પણ તેણી અસર જોવા મળી હતી.

ધામી 1 5 માતરમાં પાણી પુરવઠાની બેદરકારી, ગેસ લીકેજથી 15 લોકો થયા બેભાન

તો સાથે પર્યાવરણ ઉપર પણ તેણી અસર થઈ હતી. લીલાછમ છોડ અને ઝાડ ક્લોરિન વાયુની અસરને કારણે ચિમડાવા  લાગ્યા હતા.

ધામી 1 6 માતરમાં પાણી પુરવઠાની બેદરકારી, ગેસ લીકેજથી 15 લોકો થયા બેભાન

માતર તાલુકા મહેસુલ અધિકારી પ્રવીણ ભગતે જણાવ્યું હતું કે સાત મહિલાઓ, ત્રણ બાળકો અને પાંચ પુરૂષોને ક્લોરીનના સંપર્કમાં આવ્યા બાદ તેઓ બેહોશ થઈ જતાં તારાપુર શહેરની એક હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા.

ક્લોરિનનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ક્લોરિન ધરાવતું સિલિન્ડર 10 વર્ષથી પ્લાન્ટના એક રૂમમાં પડેલું હતું અને બપોરે અચાનક લીક થવા લાગ્યું હતું, એમ ફાયર અધિકારીએ જણાવ્યું હતું.

પટેલે જણાવ્યું હતું કે, “અમે પહોંચીએ તે પહેલાં, ફરજ પરના લોકોએ JCB મશીનનો ઉપયોગ કર્યો અને સિલિન્ડરને કલ્વર્ટમાં ફેંકી દીધું જેથી કરીને લોકોને અસર કર્યા વિના ક્લોરિન વહેતા પાણીમાં ઓગળી જાય.” તેમણે કહ્યું કે જોકે ફાયર બ્રિગેડે સિલિન્ડર ખાલી ન થાય ત્યાં સુધી તેના પર પાણીનો છંટકાવ કર્યો હતો, પરંતુ હવામાં પ્રારંભિક લીકને કારણે પ્લાન્ટની નજીક રહેતા કેટલાક લોકોને અસર થઈ હતી.

ગત રોજ સુરત સચિન GIDCમાં પણ ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં 6 લોકોના મોત થાય હતા. આકેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.

ગુજરાત / સ્કૂલોની વહીવટી કામગીરી ઓનલાઈન પણ શિક્ષણકાર્ય તો ઓફલાઇન, આ તે કેવો ન્યાય..?

ગુજરાત / સરકારી કચેરીઓમાં પણ વર્ક ફ્રોમની હોમની શરૂઆત