રાજકોટ/ અસામાજિક તત્વોનો આતંક, રાધાકૃષ્ણ સોસાયટીમાં કર્યો પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત

શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં સોમવાર રાત્રિના દારૂ પીને અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો. જેમાં ગાડીના કાચ ફોડ્યા અને તેનો પ્રતિકાર કરતા રહેવાસીઓ પર પથ્થરમારો કરી હુમલો પણ કરવામા આવ્યો હતો.

Rajkot Gujarat
રાજકોટ

રાજકોટમાં પોલીસ કે કાયદાનો ડર ના રહ્યો હોય તે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં સોમવાર રાત્રિના દારૂ પીને અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો. જેમાં ગાડીના કાચ ફોડ્યા અને તેનો પ્રતિકાર કરતા રહેવાસીઓ પર પથ્થરમારો કરી હુમલો પણ કરવામા આવ્યો હતો. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. જેમાં એક મહિલા સહિત કુલ ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે જ્યારે એક વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: D કંપની પર સકંજો, મુંબઈમાં દાઉદના 10 સ્થળો પર EDના દરોડા, ઘણા નેતાઓ તપાસ હેઠળ

અસામાજિક તત્વોના આતંકની વાત સામે આવતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. આ સાથે જ ડીસીપી મનોહરસિંહ જાડેજા પણ દોડી આવ્યા હતા. અને સમગ્ર બનાવની વિગતો મેળવી હતી.

રાજકોટ

રાધાકૃષ્ણ સોસાયટીના રહેવાસીઓ તેમજ આતંકનો ભોગ બનનાર ઇજાગ્રસ્તોનું કહેવું છે કે, છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની સ્થિતિ અમે લોકો ભોગવી રહ્યા છીએ. તે ઉપરાંત 1 વર્ષ માટે પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવ્યો હતો. જે દરમિયાન શાંતિ હતી પરંતુ હવે જ્યારે પોલીસ બંદોબસ્ત હટાવી લેવામાં આવ્યો છે. ત્યારે ફરીથી આવારા તત્વો સક્રિય થયા છે અને મહિલાઓને બેફામ ગાળો બોલી અને આ પ્રકારનો આતંક મચાવી રહ્યા છે.

વધુમાં આ બનાવ અંગે વાત કરતા રાધાકૃષ્ણ સોસાયટીના રહેવાસીઓએ કહ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારની સ્થિતિ અંગે પોલીસ તંત્રને અનેક વખત રજુઆત, અનેક અરજીઓ કરી અને ફરિયાદ કરવા છતાં પણ કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે આજે સ્થિતિ વધુ વણસી છે. રહેવાસીઓનું કહેવું છે કે, પોલીસ કડક કાર્યવાહી કરે એ જ અમારી માંગ છે.

આ પણ વાંચો: સમાજવાદીના અધ્યક્ષ અખિલેશ યાદવે CM યોગી આદિત્યનાથ પર કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો:1.15 લાખ કિમીની સફર કર્યા બાદ 144 શહીદ જવાનોના ઘરની માટી ચઢાવી શીરે