ભરૂચ/ જંબુસર તાલુકા પંચાયત કચેરીને જંબુસર પાલિકાએ સીલ માર્યું, કારણ જાણી હસી પડશો 

જંબુસર તાલુકા પંચાયત કચેરીને નો બાકી પડતો રૂ.૪,૯૮,૦૦૦/- નો વેરો નહિ ભરતાં જંબુસર પાલિકાએ સીલ માર્યું, ભાજપ સત્તાધારી સરકારી કચેરીના વેરા બાકી પડતાં સમગ્ર પંથકમાં હાસ્યનું મોજું છવાયું

Gujarat Others
bh1 જંબુસર તાલુકા પંચાયત કચેરીને જંબુસર પાલિકાએ સીલ માર્યું, કારણ જાણી હસી પડશો 

જંબુસર તાલુકામાં વિચિત્ર નજારો જોવા મળ્યો હતો. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં આવેલ મિલકતધારકોનો વર્ષ ૨૦૨૨ -૨૩ નો રૂ.૭,૯૯,૫૧,૦૦૦/- ની રકમ બાકી પડે છે. જે પૈકી વર્ષ ૨૦૨૧ -૨૨ માં રૂ.૧,૪૦,૩૭,૦૦૦/- જેટલો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે. જેને લઈ પાલિકા તંત્ર દ્વારા બાકીદારો સામે લાલ આંખ કરતા મિલકતો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી.

નગરપાલીકાના બાકી પડતા વેરા અંગે વારંવાર નોટીસો પાઠવવા છતાંય વેરા ભરપાઈ નહીં કરતા મિલ્કત ધારકોની મિલ્કતો સીલ મારવામાં આવી રહી છે. જે અંતર્ગત ગતરોજ જંબુસર તાલુકા પંચાયત કચેરીનું રૂ.૪,૯૮,૦૦૦/- નો વેરો બાકી પડતો હોય ઓફીસ ખૂલતાંની સાથે જ પાલિકા કર્મચારીઓ તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી જઈ સીલ મારવાની કાર્યવાહી હાથધરી હતી.

b1 11 જંબુસર તાલુકા પંચાયત કચેરીને જંબુસર પાલિકાએ સીલ માર્યું, કારણ જાણી હસી પડશો 

જેને લઇ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિતમાં દોડધામ મચી ગઈ હતી અને વહેલી તકે નગરપાલીકાના બાકી વેરાના નાણાં ભરપાઇ કરવા જણાવ્યું હતું. પરંતુ પાલિકા તંત્ર દ્વારા તાલુકા પંચાયત કચેરી ખાતે સીલ મારવામા આવતા સન્નાટો છવાયો હતો. રાજકીય માહોલ ગરમાયો હોવાનો ગણગણાટ થતો હતો. નગરપાલિકા દ્વારા તાલુકા પંચાયત કચેરી સહિત વેરા બાકીદારોની મિલ્કતો સીલ કરવાની હોય બાકીદારોમાં ફફડાટ ફેલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષોથી નગર પાલીકાના વેરાઓ નહીં ભરતાં મિલ્કત ધારકો સામે લાલ આંખ કરતા મહિલા પ્રમુખ દ્વારા તાલુકા પંચાયત કચેરી, નવયુગ વિદ્યાલય સહિત મોટી સંસ્થાઓને પ્રથમ વખત સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે દેશની સૌથી અમીર ગણાતી રાજકીય પાર્ટી ભાજપના તાલુકા પંચાયત કચેરીમાં પ્રમુખ છે, અને ચૂંટણીના માહોલ વચ્ચે ટી.ડી.ઓ.ની કચેરીને સિલ વાગી જતાં જંબુસર પંથકમાં લોકોના મુખે હાસ્ય ફેલાયું હતું.

ભરૂચ / જંબુસરમાં બની રહેલા બલ્ક ડ્રગ પાર્ક ખાતે PM મોદીની જાહેર સભા સ્થળની મુલાકાત લેતા સાંસદ મનસુખભાઈ વસાવા