સુરતઃ લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ મોરચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે આ અંગે હકારાત્મક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ ક્ષત્રિય સમાજને મનાવી લેવામાં સફળ રહેશે.
પાટીલે જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે અમે સતત સંપર્કમાં છીએ. ભાજપના ક્ષત્રિયસમાજના આગેવાનો, સીએમ ભુપેન્દ્ર પટેલ, હર્ષ સહિત અમે બધા તેમની સાથે સંપર્કમાં છીએ. આ મામલે સુખદ નીવેડો આવે તે માટે અમે પ્રયત્નશીલ છીએ.
સીએમ ભુપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ગુજરાતની બધી જનતા 26 બેઠકો પર ભારતીય જનતા પક્ષ (ભાજપ)ને ફરીથી આશીર્વાદ આપશે તેવો દ્રઢ વિશ્વાસ છે. ભારત વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી આર્થિક તાકાત બનવાનું છે. પીએમ મોદીના ત્રીજા શાસનકાળમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક તાકાત બનવાનું ધ્યેય ધરાવે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે મોદીની ગેરંટી એટલે કામ પૂરી થવાની ગેરંટી હોય છે.
મંગળવારે રાજકોટની ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારીપત્ર ભરશે. રૂપાલા મંગળવારે બપોરે 12-39 વાગે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. તેઓ સવારે નવ વાગ્યે જાગનાથ મંદિરમાં દર્શન કરશે.
16મીએ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે
નોંધનીય છે કે, આવતીકાલે મંગળવારે રાજકોટથી ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ઉમેદવારીપત્ર ભરશે. રૂપાલા આવતીકાલે બપોરે 12.39 વાગ્યે વિજય મૂહુર્તમાં ફોર્મ ભરશે. આવતીકાલે સવારે 9 વાગ્યે તેઓ જાગનાથ મંદિર ખાતે દર્શન કરશે. બાદમાં રૂપાલાના સમર્થન રેલી યોજાશે. સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈને યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈને બહુમાળી ભવનચોક ખાતે પૂર્ણ થશે.
આ પણ વાંચો:દિલ્હી-સુરતની ફ્લાઈટમાં એક યાત્રીએ કર્યું એવું કે, ત્યારબાદ તેની કરવી પડી ધરપકડ
આ પણ વાંચો:જૂનાગઢમાં મંગેતરે આપઘાત કરતાં યુવતીની પણ આત્મહત્યા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર
આ પણ વાંચો:ભાવનગરમાં દારૂના રૂપિયાના બદલે ઠપકો આપતા પુત્રએ પિતાની હત્યા કરી