અમદાવાદ
અમદાવાદમાં બહુચર્ચિત સુરેશ શાહ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર રાજુ શેખવાની ક્રાઈમબ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. રૂપિયા ૫૦ લાખ લઈને હજારની ખંડણી મેળવનાર ઘનશ્યામ ઘણાની પણ ધરપકડ કરાઈ ધંધાકીય અદાવત અને સુરેશ સાથે બદલો લેવા માટે આ હત્યાનું ષડયંત્ર રચાઈ હોવાનો થયો ખુલાસો.
હત્યા કરનાર અને રેકી કરનારની જુદી જુદી
રાજુ શેખવાએ ઘનશ્યામ અને રવું કાઠીને સુરેશ શાહની હત્યા કરવા માટે રૂપિયા ૫૦ લાખની સોપારી આપી હતી. આ કેસમાં પ્રથમ વખત હત્યા કરનાર અને રેકી કરનારની જુદી જુદી ટીમો બનાવી હતી.
રાજુ શેખવાએ રફીકને મુસાફરી પેટે પહેલા 30 હજાર રુપિયા આપ્યા હતા અને ત્યાર બાદ રફીકે, રાજુ શેખવા અને એલમખાન ત્રણેય કારમાં રેકી શરુ કરી હતી અને જે મંદિરમાં હત્યા થઈ તે મંદિરથી લઈ ઘર સુધી રેકી કરી નાખી હતી. રાજુ શેખવાએ સોપારીના એડવાન્સ પેટે 15 લાખ બન્ને આરોપીઓને આપી દીધા હતા.
ગુનાઇત માનસિકતા ધરાવતા રાજુ શેખવાએ પોલીસથી બચવા માટે આ ષડયંત્ર રચ્યું હતું. સુરેશ શાહની હત્યા કરવા માટે રાજુ શેખવાએ એલમખાન મલેક અને રફીક સુમરા નામના બે વ્યક્તિને રેકી કરવા માટેની સોપારી આપી હતી અને ત્યારબાદ જેલમાં બંધ પોતાના મિત્ર ઘનશ્યામને પેરોલ પર જેલની બહાર કાઢ્યો હતો અને રવા સાથે મળી હત્યાનું પ્લાનિંગ કર્યું હતું.
આવી રીતે થઇ હત્યા.
રાજુ શેખવાએ બે દેશી તમંચા અને બે પિસ્તોલ કારતુસ સાથે રફીકને આપી દીધા હતા પરંતુ રાજુ શેખવાને શંકા હતી કે પોલીસ પકડીનાલે જેથી તેને બે ટીમો બનાવી અને આ બન્ને આરોપીઓને માત્ર રેકી કરવા માટે સિમિત રાખ્યો અને હત્યા માટે અન્ય આરોપીની મદદ લેવામાં આવી.
એલમખાન મલેક અને રફીકને રેકી કરવા માટે રાખ્યા હતાં જયારે રવુ કાઠી અને ઘનશ્યામને હત્યા માટે દેશી તમંચો અને કારતૂસો પુરા પાડ્યા હતાં જયારે સુરેશ શાહ મંદિરે દર્શન કરવા માટે ગયા ત્યાંરે એકલતાનો લાભ લઇ ફાયરિંગ કર્યું તેમજ આરોપી ઘનશ્યામ ઉર્ફે પોતાની પાસે રહેલી છરી વડે સુરેશ શાહને ઘા માર્યા હતાં જેના લીધે તેમનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. સુરેશ શાહ પર લોખંડની પાઈપો વડે પણ હુમલો કરવામાં આવ્યો હતો.
એલમખાન અને રાજુ શેખવા મિત્રો
સુરેશ શાહની હત્યા કરનાર રાજેન્દ્ર ઉર્ફે રાજુ શેખવા મૂળ રાજકોટનો રહેવાસી છે. આરોપી એલમખાન અને રાજુ શેખવા મિત્રો છે. બન્ને આરોપીઓ સુરેશ ભાઈની હત્યા માટે 50 લાખની સોપારી લીધી હતી અને તે દરમ્યાન આરોપીઓ રાજુ શેખવાએ રફીકને સુરેશ શાહનો ફોટો પણ બતાવ્યો હતો. રાજુ શેખવાએ રફીકને મુસાફરી પેટે પહેલા 30 હજાર રુપિયા આપ્યા હતા અને ત્યાર બાદ રફીકે, રાજુ શેખવા અને એલમખાન ત્રણેય કારમાં રેકી શરુ કરી હતી અને જે મંદિરમાં હત્યા થઈ તે મંદિરથી લઈ ઘર સુધી રેકી કરી નાખી હતી. રાજુ શેખવાએ સોપારીના એડવાન્સ પેટે 15 લાખ બન્ને આરોપીઓને આપી દીધા હતા.
રાજેન્દ્ર ઉર્ફે રાજુ શેખવા અને ઘનશ્યામ ઉર્ફે ઘણા ચર્ચાસ્પદ રહેલાં સુરેશ શાહ હત્યા કેસમાં ત્રણ મહિના બાદ ક્રાઈમ બ્રાંચે મુખ્ય સૂત્રધાર રાજુ શેખવા અને હત્યા કરનાર ઘનશ્યામ ઉર્ફે ઘનાની ધરપકડ કરી.
1-4-2018ના રોજ બે આરોપીની ધરપકડ કરવામાં આવી
એલમખાન મલેક અને રફીક સુમરા. આ બન્ને શખ્સો મુળ સુરેન્દ્રનગરના રહેવાસી છે અને રફીક છેલ્લા થોડાક દિવસોથી અમદાવાદમાં રહે છે. રફીક અબ્દુલ APMC માર્કેટની પાછળ વેજલપુરમાં અમદાવાદનો રહેવાસી છે.
રાજુ શેખવાનો ગુનાઇત ઇતિહાસ
1993માં સાવરકુંડલાના જોરાવરસિંહ ચોહાણની હત્યામાં પકડાયો. ચેરમેન ઓફ વોટર્સ વર્કર કમિટીના જોરાવરસિંહની હત્યા કરાઈ 2012માં fci ના નિવૃત મેનેજર બાબુલાલ જાદવ હત્યા કેસમાં પણ રાજુ શેખવાની ધરપકડ કરવામાં આવી હતી આઠ વર્ષ પહેલા અમરેલી જિલ્લા ના ચલાલા ધારી અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અને નોંધાયા છે..
ઘનશ્યામ ઉર્ફે ઘના ગુનાહિત ઇતિહાસ.
2007માં રાજકોટમાં પરેશગિરિ ગોસ્વામી નામના વ્યક્તિની હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અમરેલી જિલ્લાની જેલમાં કેદ હતો.
રાજુ શેખવા પર સુરેશ શાહે ફાયરિંગ કરાવ્યું (2009).
ગવર્મેન્ટના fci ટેન્ડરો મામલે સુરેશ શાહ અને રાજુ શેખવા વચ્ચે ધંધાકીય અદાવત ચાલી રહી હતી. જેની અદાવત રાખીને 2009માં એલિસ બ્રિજ ખાતે રાજુ શેખવા પર સુરેશ શાહે ફાયરિંગ કરાવ્યું હતું જેના કારણે રાજેન્દ્ર કમરના ભાગે ગોળી વાગતા તે પથારીવશ હતો અને તેને કમરથી નીચેના ભાગમાં લકવો થઈ ગયો હતો.. આ હુમલાનો બદલો અને ધધાકીય હરીફાઈના પગલે સુરેશ શાહની હત્યા કરાઈ.