Not Set/ ભરૂચમાં વિચિત્ર અકસ્માત, સાત વાહનો એકબીજા સાથે અથડાયા

ભરૂચ ભરૂચમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક સાથે સાત વાહનો અથડાતા અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ બોડેલી ચાર રસ્તા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોડેલી ચાર રસ્તા પાસેથી એક ટ્રક પસાર થઇ રહી હતી. આ ટ્રકમાં ગેરકાયદે રેતી ભરેલી હતી. જેથી પોલીસ આ ટ્રકને ઉભી રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે ટ્રકચાલક પોલીસના […]

Gujarat

ભરૂચ

ભરૂચમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. એક સાથે સાત વાહનો અથડાતા અકસ્માત સર્જાયો. મળતી માહિતી મુજબ બોડેલી ચાર રસ્તા પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોડેલી ચાર રસ્તા પાસેથી એક ટ્રક પસાર થઇ રહી હતી.

ટ્રકમાં ગેરકાયદે રેતી ભરેલી હતી. જેથી પોલીસ આ ટ્રકને ઉભી રાખીને ચેકિંગ હાથ ધર્યું હતું. જો કે ટ્રકચાલક પોલીસના ચેકિંગથી ડરી ગયો હતો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જ્યાં રસ્તા પરથી પસાર થતાં સાત જેટલા નાના મોટા વાહનોને ટ્રક-ચાલકે અડફેટે લીધા હતા.

એક સાથે સાત જેટલા વાહનોનો અકસ્માત થતાં ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. જો કે આ અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. .હાલ તો પોલીસે આ ભાગેલા ટ્રકચાલકને પકડી લીધો છે અને વિરુદ્ઘ અકસ્માત અને ગેરકાયદે રીતે રેતીની તસ્કરી કરવાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..