Gandhinagar News/ ગાંધીનગરમાં ફરિયાદી પાસે લાંચ માંગતા ACBએ ASIની કરી ધરપકડ

જેને આધારે જામનગર એસીબીએ ગાંધીનગરનાં અડાલજ પાસે અતિથિ ધાબા સર્વિસ રોડ પર, કન્ટેનર બ્રિજ પાસે જાળ બિછાવી

Top Stories Gandhinagar Gujarat
Gandhinagar News: આ કેસમાં ફરિયાદ દાખલ કરનાર ફરિયાદી વિરૂદ્ધ નાણાકીય લેવડદેવડ અંગેની ગેરરીતિની અરજી થઈ હતી. જેની તપાસ ગાંધીનગર (Gandhinagar) સેકટર 7ના ASI તપાસ કરી રહ્યાં હતા. જેમાં અશોક ચૌધરીએ લાંચ (Bribe) માંગી હતી. આ દરમિયાન ASI અશોક ચૌધરીએ ફરિયાદીને અરજીની તપાસમાં હેરાનગતિ નહીં કરવા અને ગુનો દાખલ નહીં કરવાના બદલામાં રૂપિયા 2 લાખની લાંચની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને જામનગર ACBનો સંપર્ક સાધ્યો હતો. જેને આધારે જામનગર એસીબીએ ગાંધીનગરનાં અડાલજ પાસે અતિથિ ધાબા સર્વિસ રોડ પર, કન્ટેનર બ્રિજ પાસે જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખની લાંચની રકમ લેતા ASI અશોક ચૌધરીની ACBએ ધરપકડ કરી હતી.

અગાઉ ખંભાતમાં ફરિયાદીના મિત્ર સામે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન(Prohibition)નો ગુનો દાખલ થયેલો હતો, જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ના રાઇટર તરીકે ફરજ બજાવતા હોવાનું જણાવી ફરિયાદીના મિત્રને હાજર કરાવવા તથા ફરિયાદીનું નામ પ્રોહિબિશનના ગુનામાં નહીં ખોલવા માટે આ કામના આરોપીએ ફરિયાદી પાસે પ્રથમ રૂપિયા 200000ની લાંચની માંગણી કરી હતી. જેથી એ.સી.બી.એ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું સફળતાપૂર્વક આયોજન કર્યુ હતું.

જેમાં આરોપીએ મોજે કલોદરા ગામ ત્રણ રસ્તાએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની માગણી કરી હતી. એ.સી.બી.એ તુરંત આરોપીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનો કબૂલ્યો હતો. જેમાં લાંચીયા અનાર્મ પોલીસ કોન્સટેબલ રોશનકુમાર જગદીશભાઇ વણકર જે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા, તેની ધરપકડ કરી હતી.