VADODRA NEWS/ વડોદરા મામલતદાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો

મરણની પાકી નોંધ કરી આપવાના બદલામાં 6 હજાર રૂપિયાની લાંચ માંગી હતી

Top Stories Gujarat Vadodara

Vadodra News :  વડોદરામાં મરણની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે લાંચ લેતા મામલતદાર કટેરીના એક કોમ્પ્યુટર ઓપરેટરને ACB એ​​ ઝડપી લીધો હતો. આ કેસની વિગત મુજબ ફરીયાદીએ ઇ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરી, ડેસર ખાતે વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરવા અરજી કરી હતી.

જે અરજીમાં કાંચી નોંધને પાકી નોંધમાં ફેરવવા વડોદરા જિલ્લાના ડેસર મામલતદાર કચેરીના ઈ-ધરા કોમ્પ્યુટર ઓપરેટર (કરાર આધારિત) રાજેન્દ્રસિંહ આર.પરમારે રૂ.૬૦૦૦ ની માંગણી કરી હતી.જે લાંચની રકમ તા.૧૩/૦૧/૨૦૨૫ નારોજ પરમારે આપવા જણાવ્યું હતું. જોકે ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એ.સી.બી. પો.સ્ટે.નો સંપર્ક કર્યો હતો.

ફરીયાદને આધારે એસીબીએ ઇ-ધરા કેન્દ્ર, જનસેવા કચેરીની સામે આવેલ પુર-નિયંત્રણ ઓફીસમાં જાળ બિછાવી હતી. જેમાં ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂા.૬૦૦૦/- સ્વીકારતા આરોપી રાજેન્દ્રસિંહ પરમાર ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદમાં જનસંવાદ કાર્યક્રમમાં CM ભુપેન્દ્ર પટેલે તલાટીઓને કરી ટકોર

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીની જન્મ જયંતિએ પોરબંદરના કીર્તિ મંદિરે પુષ્પાંજલિ અર્પી

આ પણ વાંચો:ખેડામાં CM ભુપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો