નવી દિલ્હી,
ચૂંટણી પંચે સૂચના-પ્રસારણ મંત્રાલય પાસે નમો ટીવી ચેનલના લોન્ચ પર જવાબ માંગ્યો છે. હકીકતમાં, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આધારિત આ ચેનલના લોન્ચને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી હતી. આચારસંહિતા લાગુ થઇ ગયા બાદ પણ આ ચેનલને લોન્ચ શા માટે કરવા દેવામાં આવી એવો બન્ને પાર્ટીએ સવાલ ઉઠાવ્યો છે.
નમો ટીવી ચેનલ 31 માર્ચના રોજ લોન્ચ કરવામાં આવી હતી. ચેનલના લોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાનો ઉપયોગ કરાયો છે. ચેનલમાં મોદીની લાઇવ રેલી ઉપરાંત તેના સંબોધનોને પ્રસારિત કરવામાં આવે છે.
Based on complaint filed by Congress and Aam Aadmi Party, Election Commission of India has sought a response from I&B ministry on 24-hour channel 'NAMO TV'. pic.twitter.com/16Jj4AtKIZ
— ANI (@ANI) April 3, 2019
