Not Set/ અમદાવાદ પૂર્વ, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયા ઉમેદવાર,ભાજપ ટૂંક જ સમય માં ખોલશે પત્તુ

અમદાવાદ, અમદાવાદ પૂર્વ મહત્વની બેઠક હોઈ બંને પક્ષ દ્વારા બહુજ ચિંતન કર્યા બાદ ઉમેદવારો જાહેર કરશે તેમ લાગતું હતું ત્યારે આ દરમ્યાન જ કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ગઈકાલ રાત્રી થી ઘણી અટકળો હતી કે અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થઇ નહોતી, […]

Top Stories

અમદાવાદ,

અમદાવાદ પૂર્વ મહત્વની બેઠક હોઈ બંને પક્ષ દ્વારા બહુજ ચિંતન કર્યા બાદ ઉમેદવારો જાહેર કરશે તેમ લાગતું હતું ત્યારે આ દરમ્યાન જ કોંગ્રેસ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ગઈકાલ રાત્રી થી ઘણી અટકળો હતી કે અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યું છે, પરંતુ કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત થઇ નહોતી, ત્યારે આજે સવારે જ કોંગ્રેસે તેના પરથી પડદો ઉઠાવીને ગીતા પટેલ ના નામની જાહેરાત કરી છે.

ગીતા પટેલ પાસના નેતા હતા.તે ઘણા લાંબા સમય થી પાટીદાર અનામત આંદોલનમાં જોડાયેલા હતા ત્યારબાદ આજે તેમનું નામ અમદાવાદ પૂર્વની બેઠક કોંગ્રેસના ઉમેદવાર તરીકે નામ જાહેર થયું છે. તો હવે જોવું એ રહ્યું કે ભાજપ ક્યારે તેનું પત્તુ ખોલશે?

આ બેઠક પર ભાજપ પણ ઘણી વિચારણા કર્યા બાદ જ નિર્ણય લેશે તેમ પણ સમજી શકાય કેમકે 2014માં પરેશ રાવલ જીત્યા પછી ક્યારેય પણ પોતાના મત ક્ષેત્રમાં મોઢું પણ ના બતાવ્યા લોકો માં રોષની લાગણી હોઈ ભાજપ આ સમયે કોઈ લોકલ ઉમેદવારને ટિકિટ આપી શકે તેમ છે. પરંતુ એ વાત ચોક્કસ છે અમદાવાદ પૂર્વની બેઠક પર રસાકસીનો જંગ જોવા મળશે.