US Iran War 2026: ઈરાન (Iran)સાથે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે ઈરાન સાથે કોઈપણ ક્ષણે શાંતિ કરાર થઈ શકે છે. એક તરફ ટ્રમ્પ અગાઉ ઈરાનની સૈન્ય તાકાત ખતમ કરી દીધાના દાવા કરતા હતા, જ્યારે બીજી તરફ આ યુદ્ધમાં અમેરિકાને વ્યાપક નુકસાન વેઠવું પડ્યું છે. આ દરમિયાન ઈરાને પોતાની રાજધાની તહેરાનમાં ભવ્ય શસ્ત્ર પ્રદર્શન કરીને અમેરિકા સામે હજુ પણ યુદ્ધ લડવા માટે પોતે સક્ષમ હોવાનું પ્રદર્શન કર્યું છે. રાજકીય વિશ્લેષકોના મતે, ઈરાનમાં સત્તા પરિવર્તનના સપના જોતા ટ્રમ્પ હવે વિયેતનામ યુદ્ધ પછીના સૌથી મોટા સૈન્ય નુકસાન બાદ શાંતિના હવાતિયાં મારી રહ્યા છે.
Iran ની વિનાશક ચેતવણી અને શસ્ત્ર પ્રદર્શન
ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા કરવામાં આવેલા શસ્ત્ર પ્રદર્શન બાદ એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે જો તેના પર ફરીથી હુમલો કરવામાં આવશે, તો આ જંગ માત્ર મધ્ય-પૂર્વ (Middle-East) પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેની આગ આખા વિશ્વમાં વ્યાપકપણે ફેલાઈ જશે. ઈરાનનો દાવો છે કે તે પોતાની 9 કરોડની વસ્તીમાંથી 3 કરોડ નાગરિકોને યુક્રેનની જેમ સૈન્ય તાલીમ આપી રહ્યું છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે. આ બેઝિક લશ્કરી તાલીમનું પ્રમાણપત્ર મેળવનાર નાગરિકોને ‘જનફદા’ તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ દાવાની કોઈ સ્વતંત્ર સોર્સ દ્વારા ચકાસણી થઈ શકી નથી.
અમેરિકાએ ગુમાવ્યા 42 ફાઈટર જેટ અને ડ્રોન્સ
અમેરિકન કોંગ્રેસની રિસર્ચ કમિટી અને પેન્ટાગોન (Pentagon) ના સંરક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, અમેરિકાએ ઈરાન યુદ્ધમાં અત્યાર સુધીમાં પોતાના 42 અદ્યતન વિમાનો અને હેલિકોપ્ટર ગુમાવ્યા છે. એક્ટિંગ પેન્ટાગોન કોમ્પ્ટ્રોલર ડબલ્યુ હરેઝ યેર્ડના જણાવ્યા અનુસાર આ નુકસાનના આંકડામાં હજુ પણ વધારો થઈ શકે છે. અમેરિકાએ ગુમાવેલા મુખ્ય શસ્ત્રોની યાદી નીચે મુજબ છે:
4 એફ-15 ઈ સ્ટ્રાઇક ઇગલ ફાઇટર જેટ્સ (F-15E Strike Eagle)
1 એફ-35 એ લાઇટનિંગ ટુ (F-35A Lightning II)
1 એફ એ-10 થન્ડર વોલ્ટ ટુ (A-10 Thunderbolt II)
સીન કેસી 135 સ્ટ્રેટોટેન્કર (KC-135 Stratotanker)
એફ ઈ-3 સેન્ટ્રી એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ એરક્રાફ્ટ (E-3 Sentry AWACS)
વીએમસી 130-જે કમાન્ડો-1 એરક્રાફ્ટ (MC-130J Commando II)
એફ એસ-એચ-60 ડબલ્યુ જોવી ગ્રીન ટુ હેલિકોપ્ટર (MH-60W)
24 એમ-ક્યુ નાઇન રીપર ડ્રોન્સ (MQ-9 Reaper Drones)
એફ એમ-કયુ-4 સી ટ્રાઇટોન વિમાન (MQ-4C Triton)
પરમાણુ હથિયારો અંગે અમેરિકા મક્કમ
શાંતિ કરારના સંકેતો વચ્ચે પણ અમેરિકાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમ સામે આકરો વલણ જાળવી રાખ્યું છે. અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે સ્પષ્ટ જણાવ્યું છે કે જો ઈરાન(Iran) પાસે પરમાણુ બોમ્બ આવી જશે, તો સમગ્ર વિશ્વમાં પરમાણુ શસ્ત્રોની જોખમી હોડ શરૂ થઈ જશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, અમેરિકા ઈરાનને (Iran)અનેક રાજદ્વારી છૂટછાટો આપવા તૈયાર છે, પરંતુ ઈરાન પરમાણુ શસ્ત્રો ન બનાવે તે વાત પર અમેરિકા મક્કમ છે અને જો ઈરાન (Iran)નહીં માને તો તેની સામે કડક લશ્કરી કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ, ટ્રમ્પે આગામી શુક્રવાર, શનિવાર, રવિવાર અથવા આવતા અઠવાડિયાના પ્રારંભમાં ઈરાન પર વધુ એક મોટો હુમલો કરવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો :ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો છેલ્લી ઘડીએ ટળ્યો,ટ્રમ્પને કયો ‘ગુપ્ત પત્ર’ મળ્યો કે બદલ્યો પ્લાન?
આ પણ વાંચો :રશિયાની રાજધાની પર યુક્રેને વરસાવ્યા 1000 થી વધુ ડ્રોન, રહેણાંક ઈમારતો તબાહ
આ પણ વાંચો :વિદેશી પત્રકારના સવાલ પર ભડક્યા વિદેશ મંત્રાલયના સચિવ, ભારતમાં પ્રેસ ફ્રીડમના મુદ્દે આપ્યો જવાબ
