World News/ ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો છેલ્લી ઘડીએ ટળ્યો, ટ્રમ્પને કયો ‘ગુપ્ત પત્ર’ મળ્યો કે બદલવો પડ્યો પ્લાન?

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે અમેરિકા ઈરાન(Iran) પર મોટો હુમલો કરવાનું હતું, પરંતુ ઈરાનની ગુપ્ત શાંતિ દરખાસ્ત અને સાઉદી અરેબિયા, કતાર, UAE ની વિનંતી બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લી ઘડીએ હુમલો રોક્યો છે. વાંચો અહેવાલ.

international Top Stories World
Iran

Trump Calls Off Iran Attack: વૈશ્વિક રાજનીતિ અને યુદ્ધના મોરચેથી આજના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) એક ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યું છે કે, મંગળવારે અમેરિકી સેના ઈરાન પર એક મોટો અને ભયાનક લશ્કરી હુમલો કરવાની જ હતી, પરંતુ છેલ્લી ઘડીએ આ પ્લાન રોકી દેવામાં આવ્યો છે. મિડલ ઈસ્ટમાં ફેબ્રુઆરી 2026 થી ચાલી રહેલા યુદ્ધની વચ્ચે આ ઘટનાને એક બહુ મોટો વળાંક માનવામાં આવી રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ ડ્રામાની સીધી અસર વૈશ્વિક બજાર અને ક્રૂડ ઓઈલના ભાવો પર પડવાની હોવાથી દરેક ભારતીય માટે આ અહેવાલ જાણવો ખૂબ જરૂરી છે.

ઈરાનનો ગુપ્ત પ્રસ્તાવ અને ટ્રમ્પનો યુ-ટર્ન

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મંગળવારે ઈરાન પર અમેરિકા સત્તાવાર લશ્કરી કાર્યવાહી કરવાનું સંપૂર્ણ આયોજન કરી ચૂક્યું હતું. જોકે, હુમલો શરૂ થવાના બરાબર પહેલાં જ ઈરાન તરફથી અચાનક વોશિંગ્ટનને એક નવી અને ગુપ્ત શાંતિ દરખાસ્ત (Peace Proposal) મોકલવામાં આવી હતી. ઈરાન તરફથી મળેલી આ નવી ઓફર અને સકારાત્મક વલણને જોયા બાદ, ટ્રમ્પે તાત્કાલિક સેનાને હુમલો રોકવાનો આદેશ આપ્યો હતો. ટ્રમ્પનું માનવું છે કે હવે ઈરાન સાથે ન્યુક્લિયર (પરમાણુ) મુદ્દે એક નવી અને મજબૂત ડીલ થવાની ખુબ સારી તકો દેખાઈ રહી છે.

જો વાટાઘાટો નિષ્ફળ જશે તો મોટા હુમલાની ચેતવણી

એકતરફ જ્યાં અમેરિકાએ શાંતિને તક આપી છે, તો બીજી તરફ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી દીધી છે. તેમણે અમેરિકી સેનાને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જો ઈરાન(Iran) સાથેની આ શાંતિ વાટાઘાટોમાં કોઈ યોગ્ય અને સ્વીકાર્ય કરાર નહીં થાય, તો સેનાએ માત્ર એક જ ઈશારે ઈરાન(Iran)  પર મોટા પાયે આક્રમણ કરવા માટે સજ્જ રહેવું પડશે. અમેરિકા આ શાંતિ કરારથી ત્યારે જ સંતુષ્ટ થશે જ્યારે ઈરાન પરમાણુ હથિયાર બનાવવાનો પોતાનો આગ્રહ કાયમ માટે છોડી દેશે.

પડદા પાછળ ગલ્ફના 3 પાવરફુલ દેશોની મધ્યસ્થતા

આ વૈશ્વિક તણાવને ઓછો કરવા માટે પડદા પાછળ મિડલ ઈસ્ટના 3 શક્તિશાળી દેશો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પે ખુલાસો કર્યો છે કે:

કતાર (Qatar)

સાઉદી અરેબિયા (Saudi Arabia)

સંયુક્ત આરબ અમીરાત (UAE)

આ ત્રણેય ગલ્ફ દેશોના ટોચના નેતાઓએ ટ્રમ્પને ઈરાન(Iran) પરનો આ હુમલો રોકવા માટે અંગત રીતે વિનંતી કરી હતી. આ ત્રણેય દેશો હાલમાં અમેરિકા અને ઈરાન(Iran) વચ્ચે મધ્યસ્થ (Mediator) તરીકે કામ કરી રહ્યા છે, જેથી કોઈ એવો રસ્તો કાઢી શકાય જે અમેરિકા અને સમગ્ર મિડલ ઈસ્ટના હિતમાં હોય.

‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ખુલશે તો જ મોંઘવારી ઘટશે

વર્તમાન સમયમાં આખું વિશ્વ ભારે આર્થિક દબાણ અને મોંઘવારીનો સામનો કરી રહ્યું છે, જેનું મુખ્ય કારણ આ યુદ્ધ છે. યુદ્ધને લીધે વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) હાલમાં બંધ છે, જ્યાંથી આખી દુનિયામાં ક્રૂડ ઓઈલની સપ્લાય કરવામાં આવે છે. આ રૂટ બંધ હોવાના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આકાશે આંબી રહ્યા છે. આથી, ટ્રમ્પ પર ગમે તેમ કરીને આ દરિયાઈ માર્ગ વહેલી તકે ખોલાવવાનું આંતરરાષ્ટ્રીય દબાણ પણ છે.


આ પણ વાંચો :ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ, નેતન્યાહુ અને ટ્રમ્પને ખતમ કરવા ઇરાની હેકર્સ સક્રિય

આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન

આ પણ વાંચો :આર્મી ચીફની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, આતંકવાદ બંધ કરો નહિતર ઇતિહાસ બની જશો