શ્રી લંકામાં બુરખા પર પ્રતિબંધ મુકવામાં આવ્યા બાદ રાજસ્થાનમાં ઘૂંઘટ પર પ્રતિબંધ મૂકી જોવો તેવા ગીતકાર જાવેદ અખતર ના આપેલા નિવેદન બાદ ગુજરાત કરણી સેનાના રાજ શેખવતની ચીમકી.3 દિવસમાં જાવેદ અખ્તર માફી માંગે નહીતો પરીણામ ભોગવવા તૈયાર રહે.હવે દેશમાં બુરખા અને ઘુંઘટને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.
જાહેદ અખ્તરે ઘુંઘટ પર પણ બેન લગાવવા અંગે કરેલા નિવેદનને લઈને કરણી સેનાના રાજ શેખાવતે રોષ વ્યક્ત કર્યો છે.રાજ શેખાવતે ચીમકી આપતા કહ્યું કે જો જાવેદ અખ્તર 3 દિવસમાં માફી નહીં માંગે તો તેમને પરિણામ ભોગવવું પડશે.
ઉલ્લેખનિય છે કે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ બાદ શ્રીલંકાની સરકારે બુરખા પર બેન લગાવ્યો છે. જે બાદ ભારતમાં પણ બુરખા પર બેન લગાવવા શિવસેના દ્વારા માંગ કરતા જાવેદ અખતરે રાજસ્થાનમાં ઘુંઘટ પર પણ બેન લગાવવાની માગ કરી હતી.જેન લઈને વિવાદ વકર્યો છે.
Some people are trying to distort my statement . I have said that may be in Sri Lanka it is done for security reasons but actually it is required for women empowerment . covering the face should be stopped whether naqab or ghoonghat .
— Javed Akhtar (@Javedakhtarjadu) May 3, 2019
