મુંબઇના અંધેરી વિસ્તારમાં એક સિલિન્ડર બ્લાસ્ટની દુર્ઘટના બની છે. મુંબઇના અંધેરીના યારી રોડ વિસ્તારમાં સ્થિત માજિલ મસ્જિદ ચોકમાં આવેલી સરિતા બિલ્ડીંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જો કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે અહીંયા રહેલા સિલિન્ડરમાં પણ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. આ દુર્ઘટનામાં બે વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘાયલને હાલમાં હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
Mumbai: Fire has broken out on 4th floor of Sarita Building at Mazil Masjid Chowk in Andheri's Yari Road area following a cylinder blast. One injured person, has been taken to a hospital. 5 fire tenders are present at spot. Police is also present at the spot. More details awaited pic.twitter.com/LXsczB5TKw
— ANI (@ANI) May 5, 2019
પ્રાપ્ત જાણકારી અનુસાર બિલ્ડીંગના ચોથા માળ પર આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલિસે પણ ઘટનાની તપાસ હાથ ધરી છે.
