Not Set/ IPL 2019 – કોલકાતાએ આજે મુંબઇ સામે જીતવું જ પડશે   

આજે આઇપીએલના 56માં મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ મેદાનમાં ઉતરશે. પ્લેઓફની રેસમાં સામેલ થયેલા કેકેઆર આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કોઇ કસર નહીં છોડે જ્યારે બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સ પણ જીત બરકરાર રાખવા માટે ઉતરશે. પ્લેઓફમાં સામિલ થઇ ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ આજે કોલકાતા વિરુદ્વ મળેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. ગત […]

Sports

આજે આઇપીએલના 56માં મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ મેદાનમાં ઉતરશે. પ્લેઓફની રેસમાં સામેલ થયેલા કેકેઆર આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને કોઇ કસર નહીં છોડે જ્યારે બીજી તરફ મુંબઇ ઇન્ડિયન્સ પણ જીત બરકરાર રાખવા માટે ઉતરશે.

પ્લેઓફમાં સામિલ થઇ ચૂકેલી મુંબઇ ઇન્ડિયન્સ આજે કોલકાતા વિરુદ્વ મળેલી હારનો બદલો લેવા માટે મેદાનમાં ઉતરશે. ગત મેચમાં કોલકાતાએ મુંબઇને 34 રનથી હરાવ્યું હતું. આ મેચમાં હાર્દિક પંડ્યાની 34 બોલમાં 91 રનની શાનદાર ઇનિંગ પણ એડે ગઇ હતી. મુંબઇના આજના મેચથી પ્લેઓફમાં તેની સામે કઇ ટીમ ટકરાશે તે નક્કી થશે.

કોલકાતા માટે તેની બોલિંગ ચિંતાનો વિષય બની છે કારણ કે પાવરપ્લે અન ડેથ ઓવરમાં પ્રતિસ્પર્ધી ટીમે તેના બોલરોની ધોલાઇ કરી છે. માટે જ ફાસ્ટ બોલરે હૈરી ગુને, સંદીપ વોરિયર, નારાયણ અને પીયૂષ ચાવલાએ ઘાતક બોલિંગના દમ પર મુંબઇના ધુવાંધાર બેટ્સમેનોને કાબૂમાં રાખવા પડશે. વાનખેડેની પીચ સ્લો બોલર માટે લાભદાયી બની શકે છે તેથી આ ગેમમાં કેકેઆર કુલદીપ યાદવને પણ લાવી શકે છે.

ગિલ-રસેલ પર મોટી જવાબદારી

કોલકાતાના બેટ્સમેન ક્રિસ લિન અને શુભમન ગિલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું છે ત્યારે ધુવાંધાર બેટ્સમેન આંદ્રે રસેલ ચોથા નંબર પર ક્રિસ પર ઉતરશે. દિનેશ કાર્તિક પણ આ ગેમથી કમબેક કરવાના જુસ્સા સાથે જોવા મળશે. ગિલએ મુંબઇ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમેલી અર્ધશતક પારીથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે. તેની 65 રનની પારીથી કેકેઆરએ શુક્રવારે કિંગ્સ ઇલેવન પંજાબને 7 વિકેટે હરાવ્યું હતું. જો મલિંગા, જપપ્રીત બુમરાહ, કૃણાલ પંડ્યા અને લેગ સ્પિનર રાહુલ ચાહરને જવાબદારી સોંપાઇ તો કેકેઆરના બોલરોએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે.