US-Iran Conflict 2026: અમેરિકા અને ઇરાન વચ્ચેનો વિવાદ હવે એક અત્યંત ગંભીર અને ખતરનાક વળાંક પર પહોંચી ગયો છે. ઇરાની મીડિયાના અહેવાલો અનુસાર, ઇરાન સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની હત્યા કરનારને 50 મિલિયન યુરો (આશરે ₹558 કરોડ) નું બમ્પર ઇનામ આપવા માટે સંસદમાં એક વિશેષ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહી છે. આ ચોંકાવનારા અહેવાલે વૈશ્વિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે.
સંસદમાં ખરડો લાવવાની તૈયારી (Donald Trump)
‘ઇરાન વાયર’ ના અહેવાલ મુજબ, ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના અધ્યક્ષ ઇબ્રાહિમ અઝીઝીએ જાહેરાત કરી છે કે ઇસ્લામિક રિપબ્લિકની સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ‘કાઉન્ટર-એક્શન’ (જવાબી કાર્યવાહી) નામનો એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ કાયદાકીય પ્રસ્તાવમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જે કોઈ પણ વ્યક્તિ કે સંગઠન આ મિશનને અંજામ આપશે, ઇરાન સરકાર તેને સત્તાવાર રીતે ₹558 કરોડનું ઇનામ ચૂકવવા માટે બંધાયેલી રહેશે. ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લા અલી ખામેનેઈ વિરુદ્ધ રચાયેલા કાવતરાના જવાબમાં આ પગલું લેવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે.
બેન્જામિન નેતન્યાહુ નિશાના પર
ઇબ્રાહિમ અઝીઝીએ ઇરાની સરકારી ટીવી ચેનલ પર ખુલ્લેઆમ જણાવ્યું હતું કે, માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) જ નહીં પરંતુ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) ના કમાન્ડરને પણ આ જવાબી કાર્યવાહી હેઠળ નિશાન બનાવવા જોઈએ.
તેમણે ઉમેર્યું કે, “આ અમારો અધિકાર(Donald Trump) છે. જે રીતે અમારા નેતાઓ શહીદ થયા છે, તે જ રીતે કોઈપણ મુસ્લિમ કે આઝાદ વ્યક્તિએ અમેરિકી રાષ્ટ્રપતિ (Donald Trump) સાથે પણ આવો જ વ્યવહાર કરવો જોઈએ.” માર્ચ 2026 માં યુદ્ધની સ્થિતિ સર્જાયા બાદથી ઇરાની સાંસદોએ આવા અનેક કડક બિલ તૈયાર કર્યા છે.
હેકિંગ ગ્રુપ ‘હંડાલા’ અને મોબાઈલ મેસેજ ઝુંબેશ
આ આખી ઘટના પાછળ મોટા પાયે નાણાકીય આયોજન ચાલી રહ્યું હોવાના અહેવાલો છે. ઇરાન સરકારના સમર્થક અલી અકબર રાએફીપુરના મીડિયા આઉટલેટ ‘મસાફ’ એ અગાઉ દાવો કર્યો હતો કે ‘કિલ ટ્રમ્પ’ કેમ્પેઈન માટે 50 મિલિયન ડોલર (અંદાજે ₹500 કરોડ) નું ફંડ સુરક્ષિત કરી લેવાયું છે. બીજી તરફ, કુખ્યાત હેકિંગ ગ્રુપ ‘હંડાલા’ એ પણ સોશિયલ મીડિયા પર નિવેદન જારી કરીને દાવો કર્યો છે કે તેમણે ટ્રમ્પ અને નેતન્યાહુના ખાતમા માટે 50 મિલિયન ડોલરની રકમ ફાળવી દીધી છે, જે કોઈપણ ઓપરેશન કરનાર ગ્રુપને એન્ક્રિપ્ટેડ અને ગુપ્ત નાણાકીય ચેનલો દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે.
નોંધનીય છે કે માર્ચ મહિનાની શરૂઆતમાં ઇરાનમાં લાખો મોબાઈલ યુઝર્સને પણ આ આંતરરાષ્ટ્રીય હિંસક અભિયાનમાં જોડાવા માટેના પ્રમોશનલ ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવ્યા હોવાના સ્ક્રીનશોટ્સ સામે આવ્યા છે.
આ પણ વાંચો :ISISના સેકન્ડ-ઇન-કમાન્ડ અબુ બિલાલ અલ-મિનુકી નાઇજીરીયામાં ઠાર
આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન
આ પણ વાંચો :હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારતીય જહાજ નિશાને, વિદેશ મંત્રાલયે ઓમાનના સત્તાવાળાઓનો માન્યો આભાર
