World News/ હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારતીય જહાજ નિશાને, વિદેશ મંત્રાલયે ઓમાનના સત્તાવાળાઓનો માન્યો આભાર

ઓમાનના તટ પર ભારતીય જહાજ (Indian Ship)પર થયેલા હુમલા બાદ ભારત સરકારે સખત વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે તેને અસ્વીકાર્ય ગણાવીને તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Indian Ship

Iran War Impact: મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે ઓમાનના તટ પાસે ભારતીય ધ્વજ (Indian Ship) ધરાવતા એક વેપારી જહાજ પર હુમલો થવાની ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે ભારત સરકારે આકરી પ્રતિક્રિયા આપતા આ ઘટનાને ‘અસ્વીકાર્ય’ ગણાવી છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે એક સત્તાવાર નિવેદન જારી કરીને વેપારી જહાજો પર થઈ રહેલા સતત હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં નિર્દોષ ક્રૂ સભ્યો અને વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવા એ અત્યંત ચિંતાજનક બાબત છે.

તમામ ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત, ઓમાનનો માન્યો આભાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપેલી માહિતી મુજબ, બુધવારે (13 મે, 2026) થયેલા આ હુમલા દરમિયાન જહાજ પર હાજર તમામ ભારતીય ક્રૂ સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે. ભારત સરકારે ઓમાનના સત્તાવાળાઓનો આભાર માન્યો છે, જેમણે મુશ્કેલ સમયમાં ભારતીય ક્રૂ સભ્યોને રેસ્ક્યૂ કરવામાં મદદ કરી હતી. ભારતે ફરી એકવાર ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈપણ સંજોગોમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા જોઈએ નહીં અને નૌપરિવહનની સ્વતંત્રતામાં અવરોધ ઊભો કરવાથી દૂર રહેવું જોઈએ.

હોર્મુઝ જલડમરૂમધ્યમાં તણાવ અને ભારત પર અસર

આ હુમલો કોણે કર્યો છે તે અંગે વિદેશ મંત્રાલયે હજુ સુધી કોઈ ચોક્કસ દેશનું નામ આપ્યું નથી, પરંતુ આ ઘટના એવા સમયે બની છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હોર્મુઝ જલડમરૂમધ્ય (Strait of Hormuz) માં ચાલી રહેલા તણાવને કારણે જહાજોની અવરજવર પર મોટી અસર પડી છે. અહેવાલો મુજબ, હાલમાં પણ ફારસની ખાડીમાં ભારત આવવા નીકળેલા 13 જેટલા ભારતીય જહાજો લંગર નાખીને ઉભા છે. જોકે, રાહતની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં બે વિદેશી એલપીજી ટેન્કર (Indian Ship) આ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પસાર થયા છે જે ભારત પહોંચવાના છે.

વૈશ્વિક વેપાર અને સુરક્ષા પર જોખમ (Indian Ship)

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેનો સંઘર્ષ અત્યારે ભલે સ્થગિત હોય, પરંતુ ગમે ત્યારે ફરી યુદ્ધ ફાટી નીકળવાની શક્યતાએ દરિયાઈ વેપાર (Indian Ship) માર્ગો પર જોખમ વધાર્યું છે. ભારત (Indian Ship) જેવા દેશો માટે આ ચિંતાનો વિષય છે કારણ કે આપણો મોટો એનર્જી સપ્લાય આ માર્ગો પર નિર્ભર છે. વિદેશ મંત્રાલયે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે દરિયાઈ સુરક્ષા જાળવી રાખવી અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતી પ્રવૃત્તિઓ બંધ કરવી જોઈએ. ભારત આ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પોતાના જહાજો તથા નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહ્યું છે.


આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાને પડકાર- ‘અમારા પ્રસ્તાવ સ્વીકારો નહીંતર પરમાણુ હુમલા માટે તૈયાર રહો’

આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન

આ પણ વાંચો :જર્મનીના ડોક્ટર પર બાળકોના જાતીય શોષણના 130 આરોપ, 12 વર્ષ સુધી ચાલ્યું પાપનું સામ્રાજ્ય