World News/ જર્મનીના ડોક્ટર પર બાળકોના જાતીય શોષણના 130 આરોપ, 12 વર્ષ સુધી ચાલ્યું પાપનું સામ્રાજ્ય

જર્મનીના (Germany)બ્રાન્ડીબર્ગમાં એક બાળરોગ નિષ્ણાત પર 130 બાળકોના જાતીય શોષણ અને બળાત્કારના આરોપ લાગ્યા છે. 12 વર્ષ સુધી ચાલેલા આ અત્યાચારનો પર્દાફાશ થતા સમગ્ર વિશ્વમાં ચર્ચા જાગી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Germany

Horrifying Child Abuse News Germany:  જર્મનીના (Germany) બ્રાન્ડીબર્ગ રાજ્યમાંથી માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. અહીં એક બાળરોગ નિષ્ણાત (Pediatrician) પર બાળકો સાથે જાતીય શોષણ અને બળાત્કારના આશરે 130 જેટલા ગંભીર ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે.

પોટ્સડેમની જાહેર પ્રોસિક્યુશન ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ આરોપી તબીબ ‘હવેલલેન્ડ ક્લિનિકેન’ હેઠળ કાર્યરત હતો અને તેણે પોતાની વ્યાવસાયિક સત્તાનો દુરુપયોગ કરીને માસૂમ બાળકોને નિશાન બનાવ્યા હતા. આ ભયાનક કૃત્યો સતત 12 વર્ષ સુધી ચાલતા રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

Germany

હોસ્પિટલ હેઠળ આચરાયા ગંભીર ગુનાઓ (Germany)

તપાસમાં ખુલાસો થયો છે કે મોટાભાગના ગુનાઓ આરોપી ડોક્ટરે તેની ફરજ દરમિયાન રાથેનો અને નૌએન સ્થિત ક્લિનિકોમાં આચર્યા હતા. આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રાથેનો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક બાળકની માતાએ ડોક્ટરની શંકાસ્પદ હિલચાલ જોઈ પોલીસને જાણ કરી હતી.

આ માહિતીના આધારે પોલીસે 46 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરી છે. એટલું જ નહીં, પોલીસે તેની પાસેથી અનેક ડેટા સ્ટોરેજ ડિવાઇસ પણ જપ્ત કર્યા છે, જેમાં વાંધાજનક સામગ્રી હોવાની શક્યતા છે. હાલ આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે અને પોટ્સડેમની પ્રાદેશિક અદાલતમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ફ્રાન્સના ‘જોએલ લે સ્કાઉર્નેક’ કેસની યાદ તાજી થઈ

જર્મનીનો (Germany) આ કિસ્સો ફ્રાન્સમાં બનેલી આવી જ એક હચમચાવી દે તેવી ઘટનાની યાદ અપાવે છે. મે 2025 માં, ફ્રાન્સની અદાલતે નિવૃત્ત સર્જન જોએલ લે સ્કાઉર્નેકને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.

તેણે 1989 થી 2014 વચ્ચે આશરે 298 બાળકો સાથે જાતીય શોષણ અને બળાત્કાર કરવાની કબૂલાત કરી હતી, જેમાંથી 250 થી વધુ બાળકો 15 વર્ષથી ઓછી ઉંમરના હતા. જર્મનીના આ લેટેસ્ટ કિસ્સામાં પણ પીડિતોની સંખ્યા હજુ વધી શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે, કારણ કે પોલીસ હાલ જપ્ત કરાયેલા પુરાવાઓના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

Germany

સમાજ અને મેડિકલ ક્ષેત્ર માટે લાલબત્તી સમાન કિસ્સો

બાળકોના રક્ષક ગણાતા ડોક્ટર દ્વારા જ આવા નરાધમ કૃત્યો આચરવામાં આવતા સમગ્ર જર્મનીમાં (Germany)રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાએ હોસ્પિટલોમાં બાળકોની સુરક્ષા અને મેડિકલ સ્ટાફના દેખરેખના નિયમો પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે આવા કિસ્સાઓમાં કડક સજાની સાથે સાથે મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં ચેક-એન્ડ-બેલેન્સની મજબૂત સિસ્ટમ હોવી અનિવાર્ય છે. હાલમાં જર્મન તપાસ એજન્સીઓ તમામ પીડિત પરિવારોનો સંપર્ક કરી રહી છે જેથી કરીને આરોપીને સખત સજા અપાવી શકાય અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવી શકાય.


આ પણ વાંચો :ઈરાનનો અમેરિકાને પડકાર- ‘અમારા પ્રસ્તાવ સ્વીકારો નહીંતર પરમાણુ હુમલા માટે તૈયાર રહો’

આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન

આ પણ વાંચો :બ્રિટનમાં કિર સ્ટાર્મર વિરુદ્ધ 72 સાંસદોનો બળવો, ગૃહમંત્રી શબાના મહમૂદે માંગ્યું રાજીનામું