Ahmedabad News : અમદાવાદના વેપારીઓ સાથે 4 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારા ત્રણ શખ્સો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સેટેલાઈટમાં રહેતા હરનેશ એન.મહેતાએ ફરિયાદ નોંધાવી છે. આ કેસની વિગત મુજ નારોલ સુદામા એસ્ટેટ સ્થિત દિપ કેમિકલ કંપનીમાંથી રાનીંગા પેપર મિલ પ્રા.લી.ના માલિક ચંદ્રેશ એલ.સોની, લલીત કે.સોની અને જય એલ.સોનીએ ભેગા મળીને પરચેઝ ઓર્ડર આપતા ઓર્ડર પ્રમાણે હરમેશભાઈે રૂ.1,51,99,220 નું કેમિકલ મોકલી આપ્યું હતું.
જેનું પેમેન્ટ આરોપીઓએ ચુકવ્યું ન હતું. તેમજ લેટ પેમેન્ટના રૂ.34,97,708 મળીને કુલ રૂ. 1,86,96,928 ઉપરાંત આનંદ ચૌધરીની શોર્ય માર્કેટિંગના રૂ.1,74,34,055, સુમન માર્કેટિંગના રૂ.10,21,475, સમીર ગોસાલીયાની શુભમ કોર્પોરેશનનારૂ. 33,81,244 મળીને કુલ રૂ. 4,05,33,702 ન ચુકવીને છેતરપિંડી કરી હતી.
તે સિવાય આરોપીઓએ અન્ય વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે નારોલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: પોલીસે 55 કિલો ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું, 1 આરોપીની કરાઈ ધરપકડ
આ પણ વાંચો: સુરેન્દ્રનગર અને પાટણમાં ઝડપાયું ગાંજાનું વાવેતર, એક શખ્સની અટકાયત
આ પણ વાંચો: પાટણમાં ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું