Not Set/ સુરત : વિદ્યાર્થી ભરેલો ટ્રેમ્પો પલ્ટી માર્યો, 12થી વધુ વિદ્યાર્થીઓ થયા ઘાયલ

સુરતના માંડવીમાં વિદ્યાર્થી ભરેલો ટ્રેમ્પો પલ્ટી માર્યો હતો. જેને લઇને ટેમ્પામાં સવાર 12થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ માંડવીના જામકુવા ગામની પંચાયત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા ખોજ કસોટી આપવા માટે જતાં હતા. જો કે આ  ટેમ્પામાં આશરે 29 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ દરમિયાન બુન્ધા ગામની સીમ પાસે ટેમ્પાચાલકે ટેમ્પાનો […]

Gujarat

સુરતના માંડવીમાં વિદ્યાર્થી ભરેલો ટ્રેમ્પો પલ્ટી માર્યો હતો. જેને લઇને ટેમ્પામાં સવાર 12થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઇજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ માંડવીના જામકુવા ગામની પંચાયત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિભા ખોજ કસોટી આપવા માટે જતાં હતા.

જો કે આ  ટેમ્પામાં આશરે 29 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. આ દરમિયાન બુન્ધા ગામની સીમ પાસે ટેમ્પાચાલકે ટેમ્પાનો ટન મારતાં સ્ટીયરીંગ પરથી કાબૂ ગૂમાવ્યો હતો.

ટેમ્પો પલ્ટી મારી જતાં ટેમ્પામાં સવાર 29 વિદ્યાર્થીમાં 12 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી. જેને સારવાર માટે માંડવીની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બારડોલીના ધારાસભ્ય ઇશ્વર પરમારે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓની તબિયત પૂછી હતી. હાલ તો આ તમામ વિદ્યાર્થીઓને સ્થિતિ ઠીક હોવાથી તેમને રજા આપી દેવામાં આવી છે.